દિવંગત અભિનેત્રી શેફાલી જરીવાલાના પતિ પરાગ ત્યાગી પત્નીના નિધન પછી અવારનવાર ફેન્સ સાથે નવા-નવા કિસ્સાઓ અને યાદો સાથે જોડાયેલા રહે છે. આ દરમિયાન પરાગ ત્યાગીએ જણાવ્યું કે પત્ની શેફાલીના અચાનક નિધન પછી તેઓ પૂરી રીતે તૂટી ગયા હતા. અને આવા મુશ્કેલ સમયમાં પરાગના પાલતુ શ્વાન સિમ્બાએ તેમને ફરીથી ઉભા કર્યા હતા.

સિમ્બા બન્યો પરાગનો સહારો

તેમણે જણાવ્યું કે સિમ્બા માત્ર તેમના દર્દને જ નથી સમજતો પરંતુ પોતે પણ તે જ પીડામાંથી પસાર થઈ રહ્યો હતો. બંનેએ એકબીજાનો સાથ આપીને આ મુશ્કેલ સમય પસાર કર્યો. પરાગનું કહેવું છે કે સિમ્બાના પ્રેમ અને હાજરીએ તેમને ઇમોશનલી મજબૂત કર્યા. અને આ સંબંધ માત્ર માલિક અને પાલતુ શ્વાનનો નહીં પરંતુ પિતા-પુત્ર જેવો સંબંધ છે.

'સિમ્બા અમારો દીકરો છે'

પરાગે આઈએએનએસ (IANS) ને આપેલા ઇન્ટરવ્યુમાં ખુલીને જણાવ્યું કે સિમ્બા તેમના માટે માત્ર પાલતુ પ્રાણી નથી પરંતુ પરિવારનો સભ્ય અને દીકરો છે, જેણે સૌથી મુશ્કેલ સમયમાં તેમને સહારો આપ્યો. પરાગ ત્યાગીએ જણાવ્યું કે શેફાલીનું નિધન તેમના માટે બહુ મોટો આંચકો હતો. આ દર્દભર્યા સમયગાળામાં સિમ્બા તેમની સૌથી મોટી તાકાત બન્યો. તેમણે કહ્યું, સિમ્બા અમારો દીકરો છે. શેફાલી પ્રેમથી કહેતી હતી, સિમ્બા, તું મારા પેટે કેમ જન્મ્યો નથી? શેફાલી તેને ખૂબ પ્રેમ કરતી હતી, અને તેઓ પણ સિમ્બાને પોતાના બાળકની જેમ માને છે.
https://www.instagram.com/reel/DYJgSkssxqX/?utm_source=ig_web_copy_link

એકબીજાનું દર્દ સમજ્યું

પરાગે જણાવ્યું કે સિમ્બાનો સાથ અને તેની હાજરી તેમને શાંતિ આપે છે. તેમણે આગળ સ્પષ્ટ કહ્યું કે ક્યારેય તેમણે સિમ્બાને દુઃખ ઓછું કરવાનું સાધન બનાવ્યો નથી, કારણ કે સિમ્બા પોતે પણ શેફાલીના જવાથી પીડા અનુભવી રહ્યો હતો. પરાગે કહ્યું, હું મારી લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરી શકું છું પણ તે નથી કરી શકતો. હું તેની બોડી લેંગ્વેજ પરથી તેના એક્સપ્રેશન સમજું છું. સિમ્બા અને મેં એકબીજાને બિનશરતી પ્રેમ આપીને સાજા કર્યા છે. અમે એકબીજાને મનની શાંતિ મેળવવામાં મદદ કરી છે.

2025માં થયું હતું શેફાલીનું નિધન

શેફાલી જરીવાલાનું નિધન 27 જૂન 2025ના રોજ 42 વર્ષની વયે થયું હતું. મુંબઈ સ્થિત પોતાના ઘરે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. પરાગ ત્યાગી તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના પછી પરાગ ત્યાગી ઘણીવાર શેફાલી સાથે વિતાવેલી પ્રેમાળ પળોને ફેન્સ સાથે શેર કરી ચૂક્યા છે.

આ પણ વાંચો- Dhurandhar એ ફરી રચ્યો ઈતિહાસ, વર્લ્ડવાઈડ આ તગડો રેકોર્ડ બનાવનારી બની પહેલી ઇન્ડિયન ફિલ્મ ફ્રેન્ચાઈઝી