બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતા રાઘવ ચઢ્ઢાની જોડી સૌથી ચર્ચિત જોડીઓમાંથી એક છે. બંને અવારનવાર કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. જ્યાં એક તરફ રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ડેપ્યુટી લીડર પદ પરથી હટાવ્યા બાદ રાઘવ ચર્ચામાં છે, ત્યાં પરિણીતી પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. 


કમાણીની રેસમાં પરિણીતી ચોપરા ઘણી આગળ

રાઘવ ચઢ્ઢા ભલે મોટા રાજકારણી હોય, પરંતુ કમાણીની બાબતમાં તેઓ પોતાની પત્ની પરિણીતી ચોપરા કરતા પાછળ છે. એક રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસ પરિણીતી ચોપરા અંદાજે 74 કરોડ રૂપિયાની માલિક છે. મુંબઈના બાંદ્રામાં તેનું એક આલીશાન ઘર છે, જેની કિંમત 22 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત પરિણીતીને મોંઘી ગાડીઓનો પણ ઘણો શોખ છે. તેની પાસે 1.30 કરોડની રેન્જ રોવર વોગ, 43.19 લાખની ઓડી Q4 અને 69.27 લાખની ઓડી Q7 જેવી કાર છે.

રાઘવ ચઢ્ઢાની નેટવર્થ

પરિણીતીની સરખામણીમાં રાઘવ ચઢ્ઢાની કુલ નેટવર્થ ઘણી ઓછી છે. તેઓ અંદાજે 50 લાખ રૂપિયા ની મિલકત ધરાવે છે. તેમની પાસે એક ઘર છે જેની કિંમત 36 લાખ રૂપિયા છે. રાઘવના કાર કલેક્શનની વાત કરીએ તો તેઓ મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ચલાવે છે. આ સિવાય તેમની પાસે 4.94 લાખ રૂપિયાનું સોનું અને 6 લાખ રૂપિયાના બોન્ડ અને શેર પણ છે.

કપલની કુલ સંપત્તિ

જો બંનેની સંપત્તિ ભેગી કરવામાં આવે તો તે અંદાજે 74.5 કરોડ રૂપિયા થાય છે. આમાં સૌથી મોટો હિસ્સો પરિણીતીનો છે. પરિણીતી ચોપરા પોતાના પતિ રાઘવ ચઢ્ઢા કરતા અંદાજે 148 ગણી વધુ અમીર છે. પરિણીતી અને રાઘવે 24 સપ્ટેમ્બર, 2023 ના રોજ લગ્ન કર્યા હતા. હાલમાં જ્યાં એક તરફ રાઘવ ચઢ્ઢાના રાજકીય ભવિષ્યને લઈને અટકળો તેજ છે, ત્યાં બીજી તરફ પરિણીતી ચોપરા નવા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો- Dacoit : ધબડકો! બોક્સ ઓફિસ પર ડકૈતનો દબદબો ખતમ, 2 કરોડ કમાવવામાં પણ પડી રહ્યા છે ફાંફા!

  • Follow us on: