પ્રભાસની હોરર કોમેડી ફિલ્મ ‘The Raja Saab’ 9 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. ફિલ્મની કહાની અને પ્રેઝન્ટેશનને લઈને સ્થાનિક બોક્સ ઓફિસ પર દર્શકો થોડી નિરાશા વ્યક્ત કરી રહ્યા છે, છતાં કમાણીના મામલે ફિલ્મે પોતાનો દબદબો સાબિત કર્યો છે. ખાસ કરીને વિદેશી બજારમાં ફિલ્મે અપેક્ષા કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે.


રિલીઝના પ્રથમ દિવસે

રિલીઝના પ્રથમ દિવસે જ ‘The Raja Saab’ એ સ્થાનિક બોક્સ ઓફિસ પર લગભગ ₹54 કરોડની કમાણી કરી હતી, જ્યારે વિશ્વભરમાં આ આંકડો લગભગ ₹90 કરોડ સુધી પહોંચ્યો હતો. તેલુગુ, તમિલ, હિન્દી, મલયાલમ અને કન્નડ – એમ પાંચ ભાષાઓમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં મુખ્યત્વે તેલુગુ અને વિદેશી માર્કેટમાંથી વધુ આવક આવી રહી છે.

અંદાજે ₹161 કરોડનું કલેક્શન

ચાર દિવસના અંતે, અહેવાલો અનુસાર, ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ₹161 કરોડનું કલેક્શન કરી લીધું છે. હવે તેને 200 કરોડના ક્લબમાં પ્રવેશ કરવા માટે ફક્ત લગભગ ₹39 કરોડની જરૂર છે. આ ગતિ જોતા એવું લાગી રહ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં આ વધુ કમાણી કરી શકે છે.

વિદેશી બજારમાં પણ હીટ રહી

વિદેશી બજારની વાત કરીએ તો, ‘The Raja Saab’ ઓસ્ટ્રેલિયા, જર્મની, ન્યૂઝીલેન્ડ, યુકે અને યુએસ જેવા દેશોમાં રિલીઝ થઈ હતી. USમાં ફિલ્મે ચાર દિવસમાં અંદાજે ₹19 કરોડની કમાણી કરી છે, જ્યારે UKમાં આશરે ₹3.18 કરોડ (31.8 મિલિયન રૂપિયા)નો વ્યવસાય નોંધાયો છે. ન્યૂઝીલેન્ડમાં ફિલ્મની કમાણી તુલનાત્મક રીતે ઓછી રહી છે.

ફિલ્મે લગભગ ₹31.8 કરોડ

કુલ વિદેશી બજારમાં ફિલ્મે લગભગ ₹31.8 કરોડથી વધુનો વ્યવસાય કર્યો છે, જેમાં ઉત્તર અમેરિકા સૌથી મોટું યોગદાન આપે છે. બીજી તરફ, સ્થાનિક બોક્સ ઓફિસ પર તેલુગુ વર્ઝને સારી કમાણી કરી છે, પરંતુ હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં ફિલ્મનું પ્રદર્શન ખાસ મજબૂત રહ્યું નથી.

ફિલ્મ 200 કરોડનો આંકડો પાર

એવું કહી શકાય કે ‘The Raja Saab’ ને કન્ટેન્ટના મામલે ભલે મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય, પરંતુ પ્રભાસની સ્ટાર પાવર અને વિદેશી દર્શકોના સહારે ફિલ્મ બોક્સ ઓફિસ પર મજબૂત રીતે ટકી રહી છે. હવે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં ફિલ્મ 200 કરોડનો આંકડો પાર કરી શકે છે કે નહીં.

આ પણ વાંચો : પ્રભાસની ફિલ્મ 'The Raja Saab'સ્ક્રીનિંગ દરમિયાન એવું શું થયું ? કે ટળી મોટી દુર્ઘટના


  • Follow us on: