રજનીકાંતની તમિલ એક્શન થ્રિલર જેલર 2 દુનિયાભરના બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે રિલીઝના 11 દિવસમાં વર્લ્ડવાઈડ માત્ર જબરદસ્ત કમાણી જ નથી કરી, પરંતુ ઇતિહાસ રચીને સુપરસ્ટારના કરિયરમાં વધુ એક મોટી સિદ્ધિ પણ ઉમેરી દીધી છે. 

જેલર 2 ફિલ્મે 11મા દિવસે વર્લ્ડવાઈડ કેટલી કમાણી કરી?

નેલ્સન દિલીપકુમારના ડિરેક્શનમાં બનેલી જેલર 2 ફિલ્મે સેકનિલ્કના અર્લી ટ્રેન્ડ રિપોર્ટ મુજબ રિલીઝના 11મા દિવસે ભારતમાં 25.70 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે. જેમાં 11મા દિવસે તમિલમાં 5,683 શોમાંથી 17.35 કરોડ, તેલુગુમાં 1,860 શોમાંથી 4.50 કરોડ, હિન્દીમાં 4,195 શોમાંથી 3.15 કરોડ અને કન્નડમાં 216 શોમાંથી 0.70 કરોડ રૂપિયા કમાયા છે. આ સાથે જ ભારતમાં અત્યાર સુધીનું તેનું કુલ ગ્રોસ કલેક્શન 466.85 કરોડ અને કુલ નેટ કલેક્શન 398.70 કરોડ રૂપિયા થઈ ગયું છે. વિદેશમાં આ ફિલ્મે 11મા દિવસે 10.00 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેથી વિદેશમાં ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન 243.50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ સાથે જ જેલર 2ની દુનિયાભરમાં કુલ ગ્રોસ કમાણી 710.35 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

વર્લ્ડવાઈડ હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની જેલર 2

11મા દિવસ સુધીમાં 710.35 કરોડ રૂપિયાની કમાણી સાથે જેલર 2 દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મોના લિસ્ટમાં ટોપ પર આવી ગઈ છે. આ ફિલ્મે રજનીકાંતની જ ફિલ્મ 2.0ના 691 કરોડ રૂપિયાના વર્લ્ડવાઈડ લાઈફટાઈમ કલેક્શનને પાછળ છોડીને આ નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 તમિલ ફિલ્મો:

  1. જેલર 2 - 710.35 કરોડ રૂપિયા 11મા દિવસ સુધીનું કલેક્શન
  2. 2.0 - 691 કરોડ રૂપિયા
  3. લિયો - 605.90 કરોડ રૂપિયા
  4. જેલર - 604.75 કરોડ રૂપિયા
  5. કુલી - 518 કરોડ રૂપિયા
ફિલ્મ જેલર 2

નેલ્સન દિલીપકુમાર દ્વારા લિખિત અને ડિરેક્ટ થયેલી ફિલ્મ જેલર 2ને કલાનિધિ મારને સન પિક્ચર્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ વર્ષ 2023ની હિટ ફિલ્મ જેલરની સીક્વલ છે. સુપરસ્ટાર રજનીકાંત ઉપરાંત, આ તમિલ એક્શન થ્રિલરમાં રમ્યા કૃષ્ણન, યોગી બાબુ, મિર્ના અને રીતુ મહત્વના રોલમાં છે. આ સીક્વલમાં એસજે સૂર્યા, મિથુન ચક્રવર્તી, સૂરજ વેંજરમૂડુ અને વિદ્યા બાલન પણ સામેલ છે. આ સાથે જ મોહનલાલ, રિતિક રોશન, શિવા રાજકુમાર અને જેકી શ્રોફ જેવા કલાકારો પણ કેમિયો રોલમાં જોવા મળે છે.

આ પણ વાંચો-Tiger Shroff Firing Case : ફાયરિંગ બાદ આઘાતમાં ટાઈગર શ્રોફ, કહ્યું- 'મારી કોઈની સાથે દુશ્મની નથી!'