મુંબઈના જુહૂ વિસ્તારમાં પોતાની કાર પર થયેલા ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફ હજુ પણ આઘાતમાં છે. 18 ઓક્ટોબરના રોજ સાંજે આશરે 7 વાગ્યે ટાઈગર ફૂટબોલ રમીને પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન બાઈક પર સવાર બે શખ્સોએ તેની કાર પર 5 થી 6 રાઉન્ડ ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.

ટાઈગરે આ ઘટના અંગે વાત કરી

ટાઈગર તે સમયે કારની આગળની સીટ પર બેઠો હતો. સદનસીબે તેમને કોઈ ઈજા પહોંચી નહોતી, પરંતુ તેના ડ્રાઈવર અને એક વ્લોગર ઈજાગ્રસ્ત થયો હતો. બીજી તરફ હવે ટાઈગરે આ ઘટના અંગે વાત કરતાં કહ્યું કે તેના પર હુમલો કેમ થયો, તેની કોઈ સાથે કોઈ દુશ્મની નથી.

'મારી કોઈ સાથે દુશ્મની નથી'- ટાઈગર શ્રોફ

ટાઈગરે તપાસ અધિકારીઓને જણાવ્યું કે તે હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. તેણે કહ્યું, હું અત્યંત આઘાતમાં છું. હું અત્યારે કંઈ કહેવા નથી માગતો. આખરે કોઈ મારા પર જીવલેણ હુમલો કેમ કરવા માગશે અને તેનું કારણ શું હોઈ શકે? ફાયરિંગના કારણ પર સવાલ ઉઠાવતાં ટાઈગરે વધુમાં કહ્યું, મારી કોઈ સાથે દુશ્મની નથી. તો પછી મારા પર હુમલો શા માટે થયો?

ઘટના બાદ 3 આરોપીઓની ધરપકડ

આ ઘટના બાદ પોલીસે હરિયાણાથી બે શૂટર્સ ફૂલ સિંહ અને રેહાન રહીસુદ્દીન અન્સારીની ધરપકડ કરી હતી. બંનેની ઉંમર 18 વર્ષ છે. આરોપ છે કે ફરાર થતાં પહેલાં તેઓ 22 વર્ષના ત્રીજા આરોપી રિતિક કુમારને મળ્યા હતા, જે બિહારનો રહેવાસી છે. ત્યાર પછી ત્રણેય બાઈક પર ફરાર થઈ ગયા હતા.
https://www.instagram.com/p/DedsU8BDCDa/?utm_source=ig_web_copy_link&rpxt=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓ ગુજરાતના સુરત પહોંચ્યા અને ત્યાંથી ટ્રેન મારફતે જયપુર જવા નીકળ્યા હતા. જોકે, બીજા જ દિવસે રાજસ્થાનના કોટા જિલ્લામાંથી તેમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી હતી.

હથિયાર જપ્ત, ઈન્દોરમાંથી વધુ એકની ધરપકડ

આ કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. મુંબઈ પોલીસે હુમલામાં કથિત રીતે ઉપયોગમાં લેવાયેલા બે હથિયારો જપ્ત કર્યા છે, જે સુરતમાંથી મળી આવ્યા હતા. બીજી તરફ, શનિવારે 22 વર્ષીય પ્રાંજલ ઠાકરાન નામના એક શખ્સની ઈન્દોરમાંથી અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ ફાયરિંગ કેસમાં કસ્ટડીમાં લેવાયેલા આરોપીઓની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે.

આ પણ વાંચો-Tiger Shroff Firing Case: 'બસ છૂટી ગઈ ને પકડાઈ ગયા!' શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન