એક્ટર રાજકુમાર રાવની મોસ્ટ અવેટેડ ફિલ્મ પ્રહારનું દમદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ મૂવીના ટ્રેલરની દર્શકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એક્ટરની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં હતી. આ ફિલ્મને સાચી ઘટના પર બનાવવામાં આવી છે. રાજકુમાર રાવની ફિલ્મ પ્રહાર પહેલાં 7 ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે આ મૂવીની રિલીઝ ડેટ આગળ વધારી દીધી હતી.

સોશિયલ મીડિયા પર છવાયું દમદાર ટ્રેલર

રાજકુમાર રાવની ફિલ્મ પ્રહારનું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. મૂવીનું ટ્રેલર ઘણું દમદાર જોવા મળે છે. આ મૂવીને 26/11 આતંકી હુમલા પર તૈયાર કરવામાં આવી છે. ફિલ્મની ટ્રેલર ઈવેન્ટ આજે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસે રાખવામાં આવી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ ઉજ્જવલ નિકમ અને રાજકુમાર રાવ પણ હાજર રહ્યા હતા.
Rajkummar Rao, Prahaar Trailer (1)

પ્રહારના ટ્રેલરમાં શું છે ખાસ?

પ્રહાર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઉજ્જવલ નિકમનું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરની શરૂઆતમાં એક્ટર રાજકુમાર રાવનો એક દમદાર ડાયલોગ આવે છે, જેમાં તેઓ કહે છે, 26 નવેમ્બરની રાત્રે CST સ્ટેશન પર થયેલો હુમલો યાદ છે તમને?, જેના પછી એક બાળકીનો અવાજ આવે છે અને તે કહે છે, હું એ રાત ક્યારેય નથી ભૂલી શકતી. ટ્રેલર જોઈને સમજાય છે કે આ મૂવી એક કોર્ટરૂમ ડ્રામા છે. આ ફિલ્મમાં એક્ટર રાજકુમાર રાવ એક વકીલના રોલમાં જોવા મળી રહ્યા છે.
https://www.instagram.com/reel/Dd4LWneorqI/?utm_source=ig_web_copy_link

ટ્રેલરના આગળના ભાગમાં જોવા મળે છે કે રાજકુમાર રાવ કોર્ટમાં એક બાળકીને સવાલ પૂછે છે, જે માણસે તમારા પર અને તમારી માતા પર ગોળી ચલાવી હતી... શું તે આ કોર્ટરૂમમાં હાજર છે? પ્રહાર ફિલ્મમાં રાજકુમાર રાવના એકથી એક ચડિયાતા દમદાર ડાયલોગ્સ છે, જેના પર તમે પણ સીટી અને તાળીઓ પાડવા મજબૂર થઈ જશો. ટ્રેલરમાં એક્ટરનો એક ખૂબ જ જોરદાર ડાયલોગ આવે છે, જેમાં તેઓ કહે છે, ઈન્ડિયા અને પાકિસ્તાનમાં શું ફરક છે ખબર છે? અહીં, એક આતંકવાદીને પણ બંધારણથી સુરક્ષા મળે છે અને ત્યાં, આતંકવાદ જ બંધારણ છે.
https://www.instagram.com/p/DZ_9K7-N-He/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

પ્રહાર સ્ટાર કાસ્ટ

રાજકુમાર રાવની ફિલ્મ પ્રહારમાં એક્ટરની સાથે વામિકા ગબ્બી, જયદીપ અહલાવત, આશિષ વિદ્યાર્થી, ઋત્વિક સહોરે અને લલિત પ્રભાકર મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન અવિનાશ અરુણે કર્યું છે.

આ પણ વાંચો-Blockbuster : 10 લાખથી શરૂઆત કરી 400 કરોડને પાર પહોંચી હનુમાન અંશ! તોડ્યા ઓલટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ