રણબીર કપૂર અને યશના તમામ ફેન્સને તેમની આવનારી ફિલ્મ રામાયણની રાહ છે. આ જ વર્ષે દિવાળી પર આ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થવાનો છે, જેમાં બીજા પણ ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. ફિલ્મને મોટા પાયે બનાવવામાં આવી છે. મેકર્સ દરેક સીન પર ઝીણવટપૂર્વક કામ કરી રહ્યા છે. રામાયણમાં એક એવો સીન પણ છે, જેને શૂટ કરવો ઘણો મુશ્કેલ હતો. તેના માટે 50 વખત રિહર્સલ કરવી પડી હતી.

કેમેરા મુવમેન્ટ્સ પાછળની ખાસ મહેનત

રામાયણના ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી પંકજ કુમારે ફિલ્મના તે સીન પર વાત કરી છે. વેરાયટી ઈન્ડિયા સાથેની વાતચીતમાં તેમને પૂછવામાં આવ્યું કે રામાયણમાં કોઈ એવો સીન છે, જેને શૂટ કરવો તમારા માટે મુશ્કેલ હતો. આ સવાલ પર તેમણે કહ્યું, હા, ફિલ્મમાં આવા ઘણા સીન છે. થાય છે એવું કે જ્યારે તમે વર્ચ્યુઅલ વાતાવરણમાં બેઠા હોવ અને તમારી કલ્પનાને ખુલ્લી મૂકી દો, ત્યારે તમારી પાસે સમયની એવી સગવડ હોય છે જે તમને શૂટિંગ ફ્લોર પર નથી મળતી. એટલે તમે કેમેરાની અલગ-અલગ મુવમેન્ટ ટ્રાય કરો છો અને તમારી પાસે અલગ-અલગ બાબતો વિચારવા અને કરવા માટે સમય હોય છે.
https://www.instagram.com/reel/DdQUWAQsDE6/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

રામાયણનો સૌથી મુશ્કેલ સીન

આગળ તેમણે કહ્યું, ફિલ્મમાં ઘણા રોમાંચક સીન છે. એક સીનમાં કેમેરો ઘણી ઊંચાઈ પર ઝડપથી ટેક્નો ક્રેન પર ફરી રહ્યો હતો. તે જ સમયે મારા એક કેમેરા ઓપરેટરે દોડીને ટેક્નો ક્રેનથી ગિમ્બલ અલગ કરવાનું હતું. ત્યાર પછી ગોળ ફરતાં એક્ટરની ખૂબ નજીક જવાનું હતું. આ શોટ ઘણો અઘરો હતો. જેવો અમે વિચાર્યો હતો તેવો પરફેક્ટ શોટ મેળવવા માટે અમારે લગભગ 50 રિહર્સલ ટેક લેવા પડ્યા હતા. આવા બીજા પણ સીન છે, જેમાં કેમેરો દૂરથી એક્ટરની નજીક આવે છે અને સીધી લાઈનમાં નથી ચાલતો. તેથી કેમેરા કેબલ રિગ પણ ઘણું મુશ્કેલ હતું.
https://www.instagram.com/reel/DbZNhq9saqj/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

રામાયણ મેકર્સ અને સ્ટારકાસ્ટ

રામાયણનું ડિરેક્શન નિતેશ તિવારી કરી રહ્યા છે, જેમણે પહેલાં દંગલ, છિછોરે અને ચિલ્લર પાર્ટી જેવી ફિલ્મો બનાવી છે. નમિત મલ્હોત્રા રામાયણના પ્રોડ્યુસર છે. યશ રાવણનો રોલ કરવા સાથે કો-પ્રોડ્યુસર તરીકે પણ ફિલ્મ સાથે જોડાયેલા છે. સની દેઓલ, સાઈ પલ્લવી, રવિ દુબે, કાજલ અગ્રવાલ, લારા દત્તા અને અરુણ ગોવિલ જેવા મોટા સ્ટાર્સ પણ આ ફિલ્મમાં છે.

આ પણ વાંચો-TV Actress : બીમારીની સાઇડ ઇફેક્ટ્સે બદલી નાખી જિંદગી, હવે ક્યારેય સિરિયલમાં નહીં દેખાય દીપિકા કક્કડ!