ઇન્ડિયન સિનેમાની સૌથી મોટી ફિલ્મ રામાયણ 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. નમિત મલ્હોત્રા આ ફિલ્મના પ્રોડ્યુસર છે અને નિતેશ તિવારીએ ડિરેક્શનની કમાન સંભાળી છે. રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ, સની દેઓલ, રકુલ પ્રીત સિંહ, રવિ દુબે, વિવેક ઓબેરોય સહિત અન્ય ઘણા મોટા સ્ટાર્સ આ ફિલ્મ સાથે જોડાયેલા છે. જોકે, આ ફિલ્મથી આ તમામ સ્ટાર્સ કરતાં વધુ ફાયદો સાઉથ સુપરસ્ટાર યશને થઈ રહ્યો છે.

એક્ટિંગ ઉપરાંત બિઝનેસમાં પણ યશનો મોટો હિસ્સો

પોતાની ફિલ્મ KGF દ્વારા પેન ઇન્ડિયા સુપરસ્ટારનો દરજ્જો મેળવનારા યશ રામાયણ સાથે ત્રણ-ત્રણ રીતે જોડાયેલા છે. આ પ્રોજેક્ટમાં તેમનો એક રોલ એક્ટરનો છે, તો સાથે જ બે રીતે તેમનો સંબંધ આ પ્રોજેક્ટના બિઝનેસ સાથે પણ છે. 

રામાયણમાં આ ત્રણ જવાબદારી નિભાવી રહ્યા છે યશ

1. એક્ટર યશ: યશ રામાયણ સાથે સૌથી પહેલાં એક્ટર તરીકે જોડાયેલા છે. તેઓ આ ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવી રહ્યા છે, એટલે કે ફિલ્મમાં તેમનો નેગેટિવ રોલ છે.

2. પ્રોડ્યુસર યશ: જ્યાં એક તરફ નમિત મલ્હોત્રા રામાયણના મુખ્ય પ્રોડ્યુસર છે, તો બીજી તરફ યશ પણ આ ફિલ્મ સાથે કો-પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે. તેઓ પોતાની કંપની મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ દ્વારા આ પિક્ચરને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

3. ડિસ્ટ્રિબ્યુટર યશ: યશ રામાયણ સાથે ડિસ્ટ્રિબ્યુટર તરીકે પણ જોડાયેલા છે. ઓવરસીઝમાં આ પિક્ચરને સોની પિક્ચર્સ ડિસ્ટ્રિબ્યુટ કરી રહી છે. હિન્દી ભાષા અને ઇન્ડિયન માર્કેટમાં કરણ જોહરની કંપની (ધર્મા પ્રોડક્શન્સ) પાસે ડિસ્ટ્રિબ્યુશનના રાઇટ્સ છે, પરંતુ કર્ણાટકમાં ડિસ્ટ્રિબ્યુશનનું કામ યશની કંપની મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ સંભાળી રહી છે.

ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ માટે યશે લગાવ્યો મોટો દાવ

થોડા સમય પહેલાં એવા પણ સમાચાર આવ્યા હતા કે યશે ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ માટે મેકર્સ સામે એક મોટી માંગણી મૂકી હતી. રામાયણ બે પાર્ટની ફિલ્મ છે, જેના માટે યશની ફી 100 કરોડ છે. જોકે, રિપોર્ટ્સ અનુસાર યશે મેકર્સ સામે શરત મૂકી હતી કે તેમને ફીના બદલામાં કર્ણાટકના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ આપી દેવામાં આવે. એટલે કે તેમણે ફી ન લઈને ડિસ્ટ્રિબ્યુશનને લઈને ડીલ કરી લીધી. એવામાં હવે યશ રામાયણના એક્ટર અને પ્રોડ્યુસર હોવાની સાથે-સાથે ડિસ્ટ્રિબ્યુટર પણ છે.

ટોક્સિક ફિલ્મથી ડિસ્ટ્રિબ્યુટર બન્યો યશ

યશ આ જ વર્ષે ઓગસ્ટ મહિનામાં ટોક્સિક નામની ફિલ્મ લઈને આવ્યા હતા. આ પિક્ચર બોક્સ ઓફિસ પર ભલે ન ચાલી, પરંતુ આ ફિલ્મ દ્વારા જ યશે ડિસ્ટ્રિબ્યુશનની દુનિયામાં એન્ટ્રી કરી હતી. મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ હેઠળ યશે ટોક્સિકને જાતે જ કર્ણાટકમાં ડિસ્ટ્રિબ્યુટ કરી હતી અને હવે તેઓ રામાયણનું ડિસ્ટ્રિબ્યુશન કરી રહ્યા છે. એવામાં જો આ ફિલ્મ સફળ થશે, તો તેનાથી યશને ખૂબ મોટો આર્થિક ફાયદો થશે.

આ પણ વાંચો-Esha Deol : ધર્મેન્દ્ર-હેમા માલિનીની દીકરી ઈશા દેઓલ 45 વર્ષની ઉંમરે જીવી રહી છે સિંગલ લાઈફ, બાળપણના મિત્ર સાથે કર્યા હતા લગ્ન