બોલીવુડ એક્ટર રણબીર કપૂર હાલ પોતાની નવી ફિલ્મ રામાયણના પ્રમોશનમાં લાગેલા છે. રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ અભિનીત ફિલ્મ રામાયણ: રાઇઝ ઓફ એ લેજન્ડનું વર્લ્ડ પ્રીમિયર અને પહેલી સ્પેશિયલ સ્ક્રીનિંગ લોસ એન્જલસમાં યોજાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં રણબીર કપૂર ફોનમાં કંઈક નંબર ટાઇપ કરતા જોવા મળ્યા હતા.
રણબીર કપૂરે ફોનમાં ટાઇપ કર્યો પોતાનો નંબર?
રામાયણમાં ભગવાન રામનો રોલ કરી રહેલા એક્ટર રણબીર કપૂર તાજેતરમાં ફિલ્મ રામાયણ: પાર્ટ 1ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે લોસ એન્જલસ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ફિલ્મના કો-સ્ટાર સાંઈ પલ્લવી અને યશ પણ હાજર હતા. ફિલ્મના સ્ક્રીનિંગ સાથે જોડાયેલા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાંથી એક વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં રણબીર પોતાની ફિલ્મ યે જવાની હૈ દીવાનીની કો-સ્ટાર પૂર્ણા જગન્નાથન સાથે જોવા મળી રહ્યા છે. વીડિયોમાં રણબીર ફોનમાં કંઈક ટાઇપ કરતા દેખાય છે. આ વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ કે ક્યાંક રણબીરનો ફોન નંબર ભૂલથી સ્ક્રીન પર તો નથી દેખાઈ ગયો ને.

વાયરલ વીડિયો પર સોશિયલ મીડિયામાં ચર્ચા
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર એક પેપરાઝી એકાઉન્ટે શેર કર્યો છે, જે પછી તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. રણબીર અને પૂર્ણાએ ફિલ્મ યે જવાની હૈ દીવાનીમાં સાથે કામ કર્યું હતું. વીડિયોમાં રણબીર ફોનમાં કંઈક ટાઇપ કરે છે અને તે પાછો આપી દે છે. કેમેરો દૂર હોવાના કારણે એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે તેમણે પોતાનો સાચો ફોન નંબર જ ટાઇપ કર્યો હતો કે નહીં.
https://www.instagram.com/reel/DfBSCG9hpjK/?utm_source=ig_web_copy_link&vrfl=NTc4MTIwNjQ2YQ==
લોસ એન્જલસમાં યોજાયું સ્પેશિયલ સ્ક્રીનિંગ
27 ઓક્ટોબરે લોસ એન્જલસના એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સમાં રામાયણ: પાર્ટ 1નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જ્યાં ફિલ્મના કલાકારો હાજર રહ્યા હતા. ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા પણ ત્યાં હાજર હતા. તમામ લોકોએ રેડ કાર્પેટ પર પોઝ આપ્યા હતા.

બે ભાગમાં રિલીઝ થશે ફિલ્મ રામાયણ
દર્શકો રામાયણની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 2 ભાગમાં બનાવવામાં આવી છે. તેનો પહેલો ભાગ 5 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થઈ રહ્યો છે, જ્યારે બીજો ભાગ 2028માં આવશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે.
આ પણ વાંચો-Bollywood : અમિતાભની નમક હલાલ પણ પડી ગઈ હતી ફિક્કી! 1982માં આ ફિલ્મે મચાવ્યો હતો જબરદસ્ત તહેલકો!