રણબીર કપૂરે અત્યાર સુધીની પોતાની કરિયરમાં એકથી ચઢિયાતી એક ફિલ્મોમાં કામ કર્યું છે. દરેક ફિલ્મમાં તેણે પોતાની એક્ટિંગ સ્કીલને વધુ બહેતર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, કરિયરની શરૂઆત રણબીર કપૂરે રોમેન્ટિક ફિલ્મથી કરી હતી. પરંતુ, હવે તે અલગ-અલગ પ્રકારની ફિલ્મોમાં અલગ-અલગ પાત્રો ભજવતા જોવા મળે છે. આ જ કારણે તેની ગણતરી મોસ્ટ ડિમાન્ડિંગ એક્ટર્સમાં થવા લાગી છે. રણબીર કપૂર 2026માં 'રામાયણ' જેવી બિગ બજેટની ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે.
ટાઈમ મેગેઝિનમાં સામેલ થનારા એકમાત્ર એક્ટર બન્યા રણબીર
આ દરમિયાન તેણે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. રણબીર કપૂરને ટાઈમ (TIME) મેગેઝિન માં દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે પોતાની શાનદાર એક્ટિંગથી બોક્સ ઓફિસ ધ્રુજાવનાર રણબીર કપૂર આ વર્ષે આ લિસ્ટમાં જગ્યા બનાવનાર એકમાત્ર ભારતીય અભિનેતા છે. રણબીર કપૂર સિવાય આ લિસ્ટમાં બિઝનેસમેન, સ્પોર્ટ્સપર્સન, શેફ અને પોલિટિશિયન્સના નામ પણ સામેલ છે. હવે જ્યારે રણબીર કપૂરે આટલી મોટી સિદ્ધિ મેળવી છે, ત્યારે સેલેબ્સથી લઈને ફેન્સ સુધીના લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે.
આયુષ્માન ખુરાનાએ પાઠવ્યા અભિનંદન
રણબીર કપૂરને અભિનંદન આપતા આયુષ્માન ખુરાનાએ લખ્યું, ઇન્ડસ્ટ્રીમાં કેટલાક એક્ટર્સ એવા હોય છે જે વારસાનો પીછો કરે છે, જ્યારે કેટલાક કલાકારો એવા પણ હોય છે જે પોતાના ક્રાફ્ટના જોરે પોતે એક વારસો બની જાય છે. રણબીર કપૂર આ બીજી લિસ્ટમાં છે. આ લિસ્ટમાં રણબીર કપૂર ઉપરાંત પોપ્યુલર શેફ વિકાસ ખન્નાએ પણ પોતાનું નામ બનાવ્યું છે. એ કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે દેશના ખૂણે-ખૂણે રણબીર કપૂરના ફેન્સ છે, પરંતુ હવે તેમની પોપ્યુલારિટી દુનિયાભરમાં જોવા મળી રહી છે.
રણબીર કપૂરના આગામી પ્રોજેક્ટ્સ
રણબીર કપૂર પાસે અત્યારે ઘણા પ્રોજેક્ટ છે. 4000 કરોડના બજેટવાળી 'રામાયણ' ઉપરાંત રણબીર કપૂર સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોર અને બ્રહ્માસ્ત્ર 2માં જોવા મળશે. 'રામાયણ' નો પહેલો પાર્ટ 2026માં રિલીઝ થશે, જ્યારે બીજો પાર્ટ 2027માં રિલીઝ થશે.
આલિયા ભટ્ટનું રિએક્શન
આલિયા ભટ્ટે 16 એપ્રિલે સોશિયલ મીડિયા પર પતિ રણબીર કપૂરની TIME 100 Most Influential People લિસ્ટવાળી તસવીર શેર કરતા લખ્યું- લુકિંગ ગુડ બેબી. સાથે જ તેણે આઈસ્ક્રીમની ઈમોજી પણ શેર કરી હતી.
આ પણ વાંચો- Wankhedeમાં બેબોનો હાઈ વોલ્ટેજ ડ્રામા! સ્ટેડિયમની વચ્ચે કરીના કપૂરનો ફૂટ્યો ગુસ્સો, વીડિયોએ મચાવ્યો તહેલકો