રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ "રામાયણ" સિનેમાઘરોમાં રિલીઝ થતાંની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દિવાળીના તહેવાર પર રિલીઝ થયેલી આ ફિલ્મે રિલીઝના શરૂઆતના દિવસોમાં જ શાનદાર કમાણી કરીને અનેક મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. ચાલો જાણીએ ફિલ્મનું બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન રહ્યું છે:
રામાયણ 3 દિવસમાં 182કરોડથી વધુનું કલેક્શન
પાન-ઈન્ડિયા સ્ટાર યશ, રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મ ૫ નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવી હતી. સેકનિલ્કના અહેવાલ મુજબ, આ ફિલ્મે તેના પહેલા દિવસે ભારતીય બજારમાં ₹64.85 કરોડની શાનદાર ઓપનિંગ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે ₹૪૮.૦૫ કરોડ અને ત્રીજા દિવસે (શનિવારે) ઉછાળા સાથે ₹૬૯.૮૦ કરોડનું કલેક્શન કર્યું હતું. આમ, માત્ર શરૂઆતના ત્રણ દિવસમાં જ આ ફિલ્મે ભારતમાં કુલ ₹182.70 કરોડની કમાણી કરી લીધી છે.
ચોથા દિવસે અને પહેલા રવિવારે પણ જબરદસ્ત કમાણી
વીકએન્ડ અને દિવાળીના માહોલનો ફિલ્મને મોટો ફાયદો મળી રહ્યો છે. રિલીઝના ચોથા દિવસે એટલે કે ૮ નવેમ્બર, રવિવારના રોજ સવાર સુધીમાં જ ફિલ્મે આશરે ₹૫૬.૧૫ કરોડનું કલેક્શન કરી લીધું છે. આ સાથે જ ભારતીય બજારમાં ફિલ્મનું કુલ કલેક્શન વધીને ₹238.85 કરોડ પર પહોંચી ગયું છે.
વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર પણ દબદબો
માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશી બજારોમાં પણ "રામાયણ" ફિલ્મનો જાદુ ચાલ્યો છે. માત્ર ત્રણ દિવસમાં જ ફિલ્મે વિદેશોમાંથી ₹૧૬૫.૭૫ કરોડની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મે વિશ્વભરમાં (Worldwide) માત્ર ત્રણ દિવસની અંદર જ અદભુત પ્રદર્શન કરતા કુલ ₹384કરોડનો આંકડો પાર કરી લીધો છે.
બીજો ભાગ 2028માં આવશે અને બજેટની વિગતો
નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત અને નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત આ ભવ્ય ફિલ્મ કુલ બે ભાગમાં બનાવવામાં આવી રહી છે, જેમાંથી ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2028માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. નિર્માણ સાથે જોડાયેલા અહેવાલો મુજબ, આ બંને ભાગના નિર્માણ પાછળ કુલ ₹૪,૦00 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જે ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મોંઘા પ્રોજેક્ટ્સમાંથી એક છે.
આ પણ વાંચો : Ramayana Film: સાઈ પલ્લવીના સમર્થનમાં ઉતર્યો ધનુષ! કહ્યું- આખા ભારતમાં શોધશો તો પણ આવી સીતા નહીં મળે