બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ ટૂંક સમયમાં પોતાના બીજા બાળકનું સ્વાગત કરવાના છે. આ દરમિયાન હવે કપલ બાપ્પાના આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દીપિકાનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જેને તે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યું કપલ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા. આ દરમિયાન કપલે લાલબાગના રાજાના દર્શન કર્યા અને બાપ્પાના આશીર્વાદ લીધા. દીપિકા અને રણવીર આ દરમિયાન ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા. દીપિકા બીજીવાર માતા બનવાની છે. આવી સ્થિતિમાં તેમણે ભગવાન ગણેશના આશીર્વાદ લીધા છે.
