સાઉથ અભિનેતા વિજય દેવરકોંડા અને અભિનેત્રી રશ્મિકા મંદાના લગ્નને લઈને સોશિયલ મીડિયામાં બઝ બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી વિજય અને રશ્મિકા તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. વિજય અને રશ્મિકાએ સત્તાવાર રીતે લગ્નને લઈને કોઈ જાહેરાત કરી નથી. પરંતુ સોશિયલ મીડિયામાં લગ્નની તારીખ, લગ્ન આમંત્રણનું કાર્ડ અને લગ્ન કયાં થશે તેને લઈને અટકળો થઈ રહી છે. આ બધા વચ્ચે હવે એક જયોતિષ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રશ્મિકા મંદાના વિજય માટે લકી સાબિત થશે.


શું રશ્મિકા મંદાના વિજયની લકી ચાર્મ છે

યુવાનોની ક્રશ રશ્મિકા મંદાનાના લગ્ન કરવા જઈ રહી છે તે સમાચાર તેમના માટે આંચકાજનક છે. રશ્મિકા અને  વિજય દેવરકોંડા લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે. ગયા વર્ષે બંનેએ ગુપચુપ સગાઈ કરી લેતા પ્રેમ સંબંધને નવું નામ આપ્યું. સગાઈ બાદ આ વર્ષે બંનેના લગ્નને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા તેજ થઈ છે. જયારે એક જ્યોતિષે એમ પણ આગાહી કરી કે વિજય દેવરકોંડા માટે રશ્મિકા મંદાના લકી ગર્લ સાબિત થશે. આ જયોતિષીએ પોતાની ઇન્સ્ટા પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. તેમણે વિજય માટે કહ્યું કે અભિનેતાને પ્રેમ લગ્ન પછી અથવા બ્રેકઅપ પછી સફળતા મળશે. 

જ્યોતિષની આગાહી વિજયને પ્રેમલગ્ન પછી મળશે સફળતા

જયોતિષીએ પોસ્ટમાં લખ્યું કે, "પ્રેમ લગ્ન પછી વિજય દેવેરાકોંડાને સફળતા મળશે." આ જોઈને ચાહકો અનુમાન કરવા લાગ્યા કે જો બંને લગ્ન કરે છે, તો રશ્મિકા મંદાના તેમનો લકી ચાર્મ હશે. નોંધનીય છે કે વિજયની છેલ્લી કેટલીક ફિલ્મો, જેમ કે "લિગર," "ધ ફેમિલી સ્ટાર," અને "કિંગડમ," બોક્સ ઓફિસ પર સારી કામગીરી કરી શકી ન હતી. એવામાં નિષ્ણાત જ્યોતિષએ જાન્યુઆરીની શરૂઆતમાં અભિનેતા વિજય માટે આ આગાહી કરી હતી. હાલમાં લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આગામી સમયમાં વિજયની ફિલ્મોને લઈને અત્યારથી જ ફેન્સમાં ઉત્સુકતા દેખાય છે. ત્યારે જ્યોતિષની આ આગાહી કે અભિનેતાને લગ્ન પછી સફળતા મળશે તો વિજયના ફ્લોપ્સના સિલસિલાનો અંત આવશે.


આ પણ વાંચો : Rashmika-Vijay Wedding: ઉદયપુરમાં લગ્ન કરશે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના, મહેમાનો માટે રાખવામાં આવી આ કડક શરત

  • Follow us on: