સાઉથ ભારતીય કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નને લઈને મોટી અપડેટ સામે આવી છે. રશ્મિકા અને વિજયના ફેન્સ આ સમાચારથી ઝૂમી ઉઠશે. મીડિયા અહેવાલ મુજબ વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાન્ના 26 ફેબ્રુઆરીએ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્નગ્રંથિથી જોડાશે. હાલમાં જ સાઉથ ભારતીય કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું વેડિંગ કાર્ડ વાયરલ થયું હતું. હવે આ સેલિબ્રેટિના લગ્નને લઈને એક મોટા સમાચાર સામે આ્વ્યા છે. રશ્મિકા અને વિજય પોતાના લગ્ન સમારોહ ખાસ બનાવવા મહેમાનોને 'નો ગિફ્ટ' અને 'નો ફોન'ની રિકવેસ્ટ કરી છે.


ઉદયપુરમાં લગ્ન કરશે વિજય અને રશ્મિકા

વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાન્ના 26 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્નગ્રંથિથી જોડાશે.આ સમારોહ ખૂબ જ ખાનગી રહેશે, જેમાં ફક્ત પરિવાર અને થોડા નજીકના મિત્રો હાજર રહેશે. વિજય અને રશ્મિકા વર્ષો જૂની પરંપરા મુજબ જ લગ્ન કરશે. હાલમાં ટ્રેન્ડ હતો કે એક જ સ્થાન પર સેલેબ્સ હલદી, મહેંદી જેવા ફંકશન રાખતા હતા. ત્યાં રશ્મિકા અને વિજયના લગ્નમાં બે પૂર્વ-લગ્ન સમારોહ તેમના પરિવારોમાં અલગથી યોજવામાં આવ્યા છે. તેમના લગ્નમાં મહેમાનોની યાદી ખૂબ જ ઓછી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દંપતી તેમના ખાસ દિવસનું કોઈપણ વ્યાપારીકરણ ટાળવા માંગે છે.

વિજય અને રશ્મિકાએ મહેનોને કરી વિનંતી

ઉદેપુરમાં રશ્મિકા અને વિજયના લગ્નની વિધિઓ 24 ફેબ્રુઆરીએ શરૂ થવાની શક્યતા છે, જેમાં સંગીત અને હલદીની વિધિઓ બે દિવસ પહેલા જ યોજાશે. જો કે બંને કલાકારો દ્વારા હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી, ત્યારે ઉદેપુરમાં ખાનગી ઉજવણીની ખાસ તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. તેમની ગોપનીયતાને વધુ સુરક્ષિત રાખવા માટે, વિજય અને રશ્મિકાએ વિનંતી કરી છે કે મહેમાનો સ્થળ પર મોબાઇલ ફોન લાવવાનું ટાળે, જેથી ફોટા કે વિડિઓ સોશિયલ મીડિયા પર લીક ન થાય. તેમણે મિત્રોને વ્યક્તિગત નોંધો પણ લખી છે, જેમાં ફક્ત તેમના આશીર્વાદ માંગ્યા છે અને સ્પષ્ટપણે તેમને કોઈ ભેટ ન લાવવા કહ્યું છે. 


આ પણ વાંચો : Salim Khanને થયું હતું બ્રેઈન હેમરેજ! લીલાવતી હોસ્પિટલે જાહેર કર્યું મેડિકલ બુલેટિન, શું કહ્યું ડોક્ટરોએ?

  • Follow us on: