ડિરેક્ટર નિતેશ તિવારીની રામાયણ 5 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને ચારેય તરફ જબરદસ્ત બઝ બનેલો છે અને તેનું પ્રમોશન ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે, જ્યારે સાઉથ સિનેમાની જાણીતી એક્ટ્રેસ સાઈ પલ્લવી માતા સીતાનું પાત્ર ભજવી રહી છે, જે પોતાની શાનદાર એક્ટિંગ અને સાદગી માટે જાણીતી છે. પરંતુ શું તમે જાણો છો કે 4000 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માટે એક્ટ્રેસને કેટલી ફી મળી છે?

સીતાના રોલ માટે સાઈ પલ્લવીની ફી

સાઈ પલ્લવીને આ ફિલ્મ માટે મળનારી ફીની વાત કરીએ તો, રિપોર્ટ્સ અનુસાર તેમને બંને પાર્ટ્સ મળીને આશરે 7 કરોડ રૂપિયા મળ્યા છે. અન્ય લીડ એક્ટર્સની સરખામણીએ આ આંકડો ભલે ઓછો લાગે, પરંતુ સાઈ પલ્લવીના કરિયરની દ્રષ્ટિએ આ અત્યાર સુધીનો તેમનો સૌથી મોટો પ્રોજેક્ટ છે અને સૌથી વધુ ફી મેળવનારી ફિલ્મ પણ છે.

https://www.instagram.com/p/DeWh0rzRkbm/?utm_source=ig_web_copy_link&rpxt=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

રણબીર કપૂરની ફી કરતાં ઘણી ઓછી રકમ

આ ફિલ્મમાં કામ કરી રહેલા અન્ય મોટા કલાકારોની ફી પણ ભારે ચર્ચામાં છે. અહેવાલો મુજબ, ભગવાન રામનો રોલ કરી રહેલા રણબીર કપૂર આ ફિલ્મ માટે સૌથી વધુ ફી લઈ રહ્યા છે, જે અંદાજે 150 કરોડ રૂપિયા જેટલી છે. જ્યારે રાવણનો રોલ કરી રહેલા યશ અને હનુમાનજી બનેલા સની દેઓલ પણ તગડી રકમ વસૂલી રહ્યા છે.

Sai Pallavi Fees, Ramayana (1)

ફિલ્મો માટે કેટલી ફી લે છે સાઈ?

સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી પોતાની દમદાર એક્ટિંગ અને પોતાની શરતો પર કામ કરવા માટે જાણીતી છે. સાઉથની ફિલ્મોમાં સામાન્ય રીતે તે એક પ્રોજેક્ટ માટે આશરે 2.5 થી 3 કરોડ રૂપિયા ચાર્જ કરતી હતી. જોકે, થંડેલ જેવી કેટલીક મોટી ફિલ્મો માટે તેની ફી વધીને લગભગ 5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. હવે તે રામાયણ દ્વારા હિન્દી સિનેમામાં મોટું ડેબ્યૂ કરી રહી છે.

સાઈ પલ્લવીની કુલ સંપત્તિ કેટલી છે?

એક્ટ્રેસની કુલ નેટવર્થની વાત કરીએ તો, સાઈ પલ્લવી પાસે આશરે 35 થી 40 કરોડ રૂપિયા આસપાસની સંપત્તિ છે. ફિલ્મોમાં પોતાની મહેનતની કમાણી ઉપરાંત તે જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ સારી એવી કમાણી કરે છે.

આ પણ વાંચો-Ramayana Sita : બિગ બીએ પૂછ્યું- 'કેવો લાઇફ પાર્ટનર જોઈએ?' સાઈ પલ્લવીએ આપ્યો શાનદાર જવાબ!