સાઈ પલ્લવી એક એવી એક્ટ્રેસ છે, જેને પોતાની શરતો પર જીવવું પસંદ છે. અંગત જીવનમાં જ નહીં પણ કામની બાબતમાં પણ તેઓ કેટલીક વસ્તુઓ સાથે બાંધછોડ કરતી નથી. સાઈ પલ્લવીએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વિશે ખુલીને વાત કરી હતી. સાઈ પલ્લવીએ કહ્યું હતું કે, જો કોઈ મને મારા મેકઅપ વિશે પૂછે છે, તો મારી પાસે તેનો કોઈ જવાબ હોતો નથી. હું એક સામાન્ય છોકરી છું અને મારા ચહેરા પર પણ ખીલ થાય છે.

મેકઅપ વગરનો દેખાવ

એક્ટ્રેસે આ વિશે આગળ વાત કરતા કહ્યું હતું કે, મારી પોતાની પણ કેટલીક મુંઝવણો છે. જ્યારે દર્શકોએ મને મારી પહેલી ફિલ્મમાં સ્વીકારી ત્યારે મને સમજાયું કે પાત્ર સૌથી મહત્વનું પાસું છે. હું કેટલી સુંદર દેખાવું છું અથવા મેં કેવા કપડાં પહેર્યા છે, તેનાથી કોઈ ફરક પડતો નથી.

પાત્રનું મહત્વ

સાઈ પલ્લવીએ આ દરમિયાન એ પણ જણાવ્યું હતું કે નાની ઉંમરમાં તેઓ ખીલને લઈને ખૂબ પરેશાન રહેતા હતા. એક્ટ્રેસે કહ્યું હતું કે, ફિલ્મ પ્રેમમ પહેલા મેં અઢળક ક્રીમ લગાવી હતી કારણ કે મારા ચહેરા પર ખૂબ ખીલ હતા. હું ઘરની બહાર જવા માંગતી નહોતી. હું ઘરે જ રહેતી અને વિચારતી હતી કે લોકો હંમેશા મારા ખીલને કેમ જોતા રહે છે.

જૂની યાદો અને સંઘર્ષ

સાઈ પલ્લવીએ એ પણ જણાવ્યું હતું કે તેમના ડાયરેક્ટર્સ પણ તેમને મેકઅપ કરવા માટે દબાણ કરતા નથી. તેમણે કહ્યું, શરૂઆતમાં ડાયરેક્ટર્સ મને કહેતા હતા કે શૂટિંગ પહેલા મેકઅપ લગાવીને જોઈએ, પરંતુ પછી તેઓ કહેતા કે ના, અમને તું જેવી છે તેવી જ ગમે છે. બસ તું તારો અભિનય કર.

ડાયરેક્ટર્સનો સાથ

સાઈએ જણાવ્યું કે તેઓ આ કારણથી મેકઅપ નથી કરતા. હા, શૂટિંગ દરમિયાન જ્યારે તેજ લાઈટ પડે છે અને આંખો નાની દેખાવા લાગે છે ત્યારે તેઓ આઈલાઈનર લગાવી લે છે અને બિંદી લગાવે છે.

શૂટિંગનો અનુભવ

સાઈ પોતાના નિયમો પર મક્કમ રહી અને એકવાર ફેરનેસ ક્રીમની જાહેરાત ઠુકરાવી દીધી હતી, જેના માટે તેને 2 કરોડ રૂપિયા મળી રહ્યા હતા. એક્ટ્રેસે કહ્યું, આ આપણો ભારતીય રંગ છે. આપણે વિદેશીઓને નથી પૂછી શકતા કે તેઓ કેમ ગોરા છે. આ તેમનો સ્કિન કલર છે અને આ આપણો છે.

આ પણ વાંચો- Sonakshi Sinha : પ્રેગ્નેન્ટ છે સોનાક્ષી સિંહા? માતા પૂનમ સિંહાએ પોતે જણાવ્યું સત્ય, જાણો આખરે શું બોલ્યા?