નાગરાજ મંજુલેની દિલને સ્પર્શી જાય તેવી લવ સ્ટોરી પર આધારિત સૈરાટ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. આ મરાઠી રોમેન્ટિક ડ્રામામાં રિંકુ રાજગુરુ અને આકાશ થોસરે શાનદાર એક્ટિંગ કરી હતી. જ્ઞાતિ ભેદભાવ પર આધારિત આ ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ ભારતની અત્યાર સુધીની સૌથી વધુ નફો કરનારી મરાઠી ફિલ્મ હતી.

કેમ ખાસ હતી સૈરાટ?

જ્યારે 'સૈરાટ' રિલીઝ થઈ, ત્યારે તેના ડાયરેક્શન, મ્યુઝિક અને ઇમોશનલ સ્ટોરીએ લોકોના દિલ જીતી લીધા હતા. રસપ્રદ વાત એ હતી કે આમાં કલાકારો નવા હતા અને ફિલ્મનું કોઈ પ્રમોશન પણ કરવામાં આવ્યું નહોતું. તેમ છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

પોતાના બજેટ કરતા 27 ગણો નફો કર્યો

માત્ર 4 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાં 110 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આજે પણ તે ઓલટાઈમ સૌથી વધુ કમાણી કરનારી મરાઠી ફિલ્મ છે. આ ફિલ્મે 2650 ટકા એટલે કે તેના ખર્ચ કરતા 27 ગણો વધુ નફો મેળવ્યો હતો.

ઝિંગાટ ગીતે મચાવી ધૂમ

ફિલ્મની સ્ટોરીની સાથે તેના ગીતો પણ હિટ રહ્યા હતા. અજય-અતુલ દ્વારા ગાવામાં આવેલા ગીત 'ઝિંગાટ' એ તો આખા દેશમાં ધૂમ મચાવી દીધી હતી. આજે પણ આ ગીત વાગતા જ લોકો નાચવા લાગે છે.

શું છે સૈરાટની સ્ટોરી?

ફિલ્મમાં આર્ચી અને પર્શ્યા એકબીજાને પ્રેમ કરે છે, પરંતુ તેમની જ્ઞાતિ અલગ હોવાથી પરિવારો વિરોધ કરે છે. તેઓ બીજા શહેરમાં ભાગી જાય છે અને લગ્ન કરીને સુખી જીવન જીવતા હોય છે. તેમને એક પુત્ર પણ થાય છે. પરંતુ ક્લાઈમેક્સમાં આર્ચીનો ભાઈ તેમને શોધી કાઢે છે અને બંનેની હત્યા કરી નાખે છે. આ આઘાતજનક અંતે લોકોને હચમચાવી દીધા હતા.

સૈરાટનો 9 વર્ષનો રેકોર્ડ હવે તૂટશે

સૈરાટ છેલ્લા 9 વર્ષથી સૌથી વધુ કમાણી કરનારી મરાઠી ફિલ્મ છે. પરંતુ હવે રિતેશ દેશમુખની ફિલ્મ રાજા શિવાજી આ રેકોર્ડ તોડવા જઈ રહી છે. સૈરાટ નું નેટ કલેક્શન 90 કરોડ હતું, જ્યારે રિતેશની ફિલ્મ 17 દિવસમાં 85 કરોડ કમાઈ ચૂકી છે. હવે માત્ર 5 કરોડ કમાતાની સાથે જ 'રાજા શિવાજી' મરાઠીની સૌથી મોટી ફિલ્મ બની જશે. અપેક્ષા છે કે એક-બે દિવસમાં આ રેકોર્ડ તૂટી જશે.

આ પણ વાંચો- RJ Mahvash એ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલને કેમ કર્યો અનફોલો?