મોહિત સૂરીની ફિલ્મ 'સૈયારા' રિલીઝ થઈ છે ત્યારથી આ ફિલ્મનો જાદુ લોકોના મન પર છવાયો છે. દરેક વ્યક્તિ ફિલ્મના વખાણ કરતા જોવા મળ્યા અને અહાન પાંડે અને અનીત પદ્દાની જોડી પણ ખૂબ પસંદ આવી છે. હવે એવું સાંભળવા મળી રહ્યું છે કે અનીત અને અહાન એકબીજાને સ્ક્રીનની બહાર પણ ડેટ કરી રહ્યા છે. આ અફવાઓ પર હજુ સુધી બંનેમાંથી કોઈએ પ્રતિક્રિયા આપી નથી પરંતુ આ અફવાઓ ગોસિપ ટાઉનમાં ખૂબ જ ચર્ચામાં છે.
સૈયારા સ્ટાર્સની રોમેન્ટિક કેમેસ્ટ્રીનો વીડિયો વાયરલ
ફિલ્મ 'સૈયારા'માં બંને સ્ટાર્સની રોમેન્ટિક કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી છે. ફિલ્મ 'સૈયારા'ના બંને સ્ટાર્સ અહાન પાંડે અને અનિત પદ્દા ઘણીવાર સાથે જોવા મળે છે જેના કારણે બંનેને ડેટ કરવાની અટકળો ચાલી રહી છે. અહાન પાંડે અને અનિત પદ્દાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમાં બંનેની સ્ટાઇલ તેમના ડેટિંગની અટકળોને મજબૂત બનાવી રહ્યો છે. આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો કે બંને તેમના ફિલ્મ ડિરેક્ટર મોહિત સુરી સાથે ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. આ વીડિયોમાં તમારી નજર તે ભાગ પર ટકેલી રહેશે જ્યાં અહાન પાંડે અને અનિત પદ્દા વચ્ચે એક ખાસ બોન્ડિંગ જોવા મળે છે.
અહાન અને અનિત એકબીજાના પ્રેમમાં પડ્યા?
બંને એકબીજા સાથે આરામદાયક જોવા મળતા ડેટિંગની અટકળો તેજ બની છે. અહાન પાંડે અને અનિત પદ્દાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો જોરદાર ટિપ્પણીઓ કરી રહ્યા છે. મોટાભાગના ફેન્સ કહી રહ્યા છે કે, 'ક્યુટ કપલ' તો ઘણા લોકો કહેતા જોવા મળી રહ્યા છે ફિલ્મ કરતા-કરતાં બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા છે. અહાન પાંડે અને અનિત પદ્દાની ફિલ્મ 'સૈયારા' 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 320 કરોડથી વધુ કમાણી કરી છે જ્યારે 'સૈયારા' ફિલ્મનો બોક્સ ઓફિસ પર મોટા સ્ટાર્સની ફિલ્મો સાથે ટક્કર થયો હતો. અહાન પાંડે અને અનિત પદ્દાની ફિલ્મની જબરદસ્ત કહાની અને અભિનયએ અન્ય ફિલ્મોને માત આપી હતી.