વર્ષ 2025ની સુપરહિત ફિલ્મ 'સૈયારા' થી રાતોરાત સ્ટાર બનેલી જોડી અહાન પાંડે અને અનિત પડ્ડાને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. ફિલ્મમાં તેમની ઓનસ્ક્રીન શાનદાર કેમિસ્ટ્રી બાદથી જ બંને રિયલ લાઈફમાં એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવાઓ સતત ચર્ચામાં રહે છે. હવે અનિત પડ્ડાના જન્મદિવસ પર અહાનની ખાસ પોસ્ટે આ ચર્ચાઓને ફરી વેગ આપ્યો છે.
અહાન પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા અનિતના ખાસ ફોટા
13 ઓક્ટોબરે અનિત પડ્ડાએ તેનો 24મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગે અહાન પાંડેએ સોશિયલ મીડિયા પર અનિતના વેકેશનના કેટલાક અનસીન અને સુંદર ફોટા શેર કર્યા હતા, જેમાં તે કારમાં હસતી અને ટેડી રીંછ સાથે મસ્તીના મૂડમાં પોઝ આપતી જોવા મળે છે.
અહાનની હૃદયસ્પર્શી નોંધ અને અનિતનો પ્રેમભર્યો જવાબ
અહાને ફોટા શેર કરવાની સાથે એક ભાવુક નોટ પણ લખી હતી:
https://www.instagram.com/p/Deb5u-BiLC_/?utm_source=ig_web_button_share_sheet
"અનિત, તું બ્રહ્માંડ તરફથી એક ભેટ છે, અને તું જે કંઈ સ્પર્શે છે તે તારાની ધૂળની જેમ ચમકે છે. મને આશા છે કે બ્રહ્માંડ તારી સાથે એટલી જ કોમળતાથી વર્તે જેટલી તું તેની સાથે વર્તે છે. તું જે પ્રકાશ પાછળ છોડી જાય છે તેને ક્યારેય ભૂલતી નહીં. જન્મદિવસની શુભકામનાઓ." આ ખાસ કેપ્શનનો જવાબ આપતા અનિત પડ્ડાએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું: "તું આખી દુનિયાનો શ્રેષ્ઠ વ્યક્તિ છે. આભાર, મારા અહાન."
ફેન્સ અને સેલિબ્રિટીઝનો મળ્યો ભારે પ્રતિસાદ
અહાન પાંડેની આ સ્પેશિયલ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફેન્સની સાથે સાથે બોલિવૂડ સેલિબ્રિટીઝ જેવી કે આયુષ્માન ખુરાના, અલાના પાંડે અને શર્વરી વાઘે પણ કોમેન્ટ કરીને અનિત પડ્ડાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
આ પણ વાંચો : Dhurandhar ફેમ રણવીર સિંહની હિરોઈન સારા અર્જુન આ સાઉથ સ્ટાર સાથે ચમકશે, ફેન્સ જોવા આતુર