બોલીવુડના સ્ટારકિડ્સ અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આવો જ એક સ્ટારકિડ પોતાના લુક્સના કારણે ખૂબ લાઈમલાઈટમાં છે. જાણીતા ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલાના દીકરા સુફયાન સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. હાલમાં જ સુફયાન નડિયાદવાલાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો જાતજાતના રિએક્શન્સ આપી રહ્યા છે. સુફયાન જાહેરમાં જોવા મળતા જ લોકોએ તેની સરખામણી સલમાન ખાન સાથે કરવાનું શરૂ કરી દીધું. કેટલાક લોકો તેને સલમાન ખાનની કાર્બન કોપી પણ કહી રહ્યા છે.
સલમાન ખાન સાથે થઈ સરખામણી
બોલીવુડમાં આવ્યા પહેલાં જ ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલાના દીકરા સુફયાન નડિયાદવાલાએ ઓનલાઈન લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી લીધું છે. તાજેતરમાં એક ઈવેન્ટમાં જોવા મળ્યા પછી તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો એક વાયરલ ટોપિક બની ગયો છે, જ્યાં ઘણા લોકો તેની સરખામણી સલમાન ખાન સાથે કરી રહ્યા છે, તો કેટલાક પુલકિત સમ્રાટ સાથે પણ સરખાવી રહ્યા છે.
https://www.instagram.com/reel/DeAEbeLz-5M/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==
સાજિદ નડિયાદવાલાનો દીકરો સુફયાન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સુફયાન નડિયાદવાલા વાઈટ ટી-શર્ટ અને ઉપર ડેનિમ જેકેટ પહેરલું છે. જેવો તેનો આ વીડિયો વાયરલ થયો, યૂઝર્સે સલમાન ખાન સાથે તેનો ચહેરો મળતો હોવાની વાતો શરૂ કરી દીધી, જેના કારણે કોમેન્ટ્સનું પૂર આવી ગયું. આ વીડિયોમાં સુફયાનનો લુક એકદમ સલમાન ખાન જેવો લાગતો હતો. સાજિદ નડિયાદવાલાને બીજી પત્ની વરદા ખાનથી બે દીકરા છે - સુભાન અને સુફયાન નડિયાદવાલા. મુંબઈમાં એક મુવીના સ્ક્રિનિંગ દરમિયાન સુફયાન નડિયાદવાલા કેમેરામાં કેદ થયો હતો અને ત્યારથી જ તે હોટ ટોપિક બની ગયો છે.
https://www.instagram.com/reel/Dd_s8eHTkKp/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==
યૂઝર્સે આપી જોરદાર પ્રતિક્રિયા
એક યૂઝરે લખ્યું - બિલકુલ સલમાન ખાન જેવો લાગી રહ્યો છે. બીજાએ કોમેન્ટ કરી - સલમાન ખાન, વિજય વર્મા અને પુલકિત સમ્રાટનું કોમ્બિનેશન છે. તો એક જણે લખ્યું - સલમાન ખાન નહીં પણ સોહેલ ખાન જેવો દેખાય છે. સાજિદ નડિયાદવાલા અને સલમાન ખાન વચ્ચે ઘણી સારી દોસ્તી છે.

સાજિદ નડિયાદવાલાના મોટા દીકરા સુભાન નડિયાદવાલા બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે અને તેમની ફિલ્મનું નામ ઐસી દીવાનગી છે. બીજી તરફ સુફયાન હાલમાં અભ્યાસ કરી રહ્યો છે અને તે હંમેશાં લાઈમલાઈટથી દૂર રહે છે. વર્ષ 2010 માં જન્મેલા સુફયાને જય હિન્દ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.
આ પણ વાંચો-Nushrratt Bharuccha : બાલીમાં અકસ્માત બાદ સ્ટ્રેચર પર મુંબઈ લવાઈ, સ્પાઇનમાં થયું ગંભીર ફ્રેક્ચર