બોલીવુડમાં ઘણા વિવાદો ચાલતા રહે છે તેમા સલમાન ખાન અને અરિજીત  સિંહ વચ્ચેના ઝઘડાની ખૂબ ચર્ચા થઈ હતી, અને તેઓ એકબીજા સાથે વાત પણ કરતા નહોતા. આ વિવાદ 2014માં સલમાન ખાન દ્વારા આયોજિત એક એવોર્ડ શો દરમિયાન થયો હતો. તેણે મજાકમાં અરિજીતને પૂછ્યું, શું તમે સૂઈ ગયા? અરિજીતે  જવાબ આપ્યો, તમે બધાયે મને સૂવાડી દીધો હતો, સલમાન ખાનને આ જવાબ અપમાનજનક લાગ્યો હતો.


સલમાને ઝઘડા વિશે ખુલ્લેઆમ કરી વાત 

અરિજીત માફી માંગવાનો પ્રયાસ કર્યો. તેણે ફેસબુક પર એક પોસ્ટ પણ શેર કરી હતી. જોકે, તેણે પાછળથી પોસ્ટ ડિલીટ કરી દીધી. પછી, ઓક્ટોબર 2023માં, અરિજીત સિંહ સલમાનના ઘરે જોવા મળ્યો હતો જેનાથી એવું લાગ્યું હતું કે, બંને વચ્ચેનો અણબનાવ સુધરી ગયો છે. અરિજીત નું ટાઈગર 3 માં પણ એક ગીત હતું. હવે, વર્ષો પછી, સલમાને અરિજીત સાથેના આ ઝઘડા વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

સલમાન ખાને અરિજીત સિંહ સાથેના પોતાના ઝઘડા પર મૌન તોડ્યું

બિગ બોસ 19 ના વીકેન્ડ કા વાર એપિસોડમાં, હાસ્ય કલાકાર રવિ ગુપ્તા સલમાન સાથે જોડાયા. તેણે મજાકમાં કહ્યું કે તેઓ સલમાનને મળવાથી ડરતા હતા કારણ કે તેઓ અરિજીત જેવો દેખાતા હતા. આ સાંભળીને સલમાન હસ્યો અને કહ્યું, અરિજીત અને હું હવે ખૂબ સારા મિત્રો છીએ. તે એક ગેરસમજ હતી, અને તે મારા તરફથી હતી. તે પછી, તેણે ટાઇગર 3માં  મારા માટે ગીત પણ ગાયું છે.

શું હતો સમગ્ર વિવાદ?

ખરેખર, સલમાન અને અરિજીત સિંહના સંબંધોમાં 2014 માં ખટાશ આવી ગઈ હતી. એક એવોર્ડ શોમાં, અરિજીતને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અરિજીત એવોર્ડ લેવા માટે કેઝ્યુઅલ પોશાક અને ચંપલ પહેરીને સ્ટેજ પર પહોંચ્યો હતો. સલમાન ખાન એવોર્ડ શો હોસ્ટ કરી રહ્યો હતો. તેણે અરિજીતને પૂછ્યું, શું તમે સૂઈ ગયા? જેના પર અરિજીતે જવાબ આપ્યો, તમે બધાયે મને સૂવાડી દીધો હતો.

આના પર સલમાને જવાબ આપ્યો, એ મારી ભૂલ નથી. તમારું ગીત 'તુમ હી હો' વાગી રહ્યું છે, અને લોકો સૂઈ રહ્યા છે. આના કારણે અરિજીત સિંહના સલમાન સાથેના સંબંધોમાં કડવાશ આવી. સલમાને તેની ફિલ્મો બજરંગી ભાઈજાન અને સુલતાનમાંથી અરિજીત સિંહના બધા ગીતો કાઢી નાખ્યા. 2016 માં, અરિજીત સિંહે સલમાન ખાનને માફી પત્ર લખ્યો. પાછળથી 2023 માં તેમના સંબંધોમાં સુધારો થયો. અરિજીતે ટાઈગર 3માં સલમાન માટે પણ ગાયું.


  • Follow us on: