સલમાન ખાન બોલિવુડમના સુપર સ્ટાર છે અને તેઓ 59ની ઉંમરમાં પણ ખૂબ યંગ અને સ્માર્ટ દેખાય છે. જો કે ઘણા સમયે પહેલા એક્ટરે વજન વધારી દીધુ હતું . ત્યારબાદ તેમને ગણા ટ્રોલ કરવામાં આવ્ય હતા. પરંતું બોલિવુડના ભાઈજાને ફરી એક વખત પોતાના ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા છે. એક્ટરના આ નવા લુક પર ફેન્સ ફીદા થઈ ગયા છે.  


સલમાન ખાનનો લેટેસ્ટ ફોટોમાં સ્લિમ અવતાર 

જણાવી દીએ કે બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને ફરી એક વખત પોતાના લુકથી સોસિયલ મિડીયા પર તહલકો મચાવી દીધો છે. અભિનેતાને હાલમાં જ તેમના રેસ-3ના કો-એક્ટર સાજન સિંહ દ્વારા શેરલ કરવામાં આવેલા ફોટામાં જોવા મળ્યા હતા. આ ફોટોમાં સલમાન ખુબ ફીટ અને સ્લિમ દેખાઈ રહ્યા છે. ફેન્સ તેમના આ ટ્રાન્સફોર્મેશનને જોઈને ચોંકી ગયા હતા. વાયરલ થયેલા પોટોમાં સલમાન સાજન અને તેના પરિવારની સાથે પોઝ આપતી વખતે બ્લેટ ટી-શર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળ્યા હતા. 

 

સલમાન ખાનના નવા લુક પર લટ્ટુ થયા ફેન્સ

સિકંદર બાદ સલમાન ખાનના આ મેક ઓવરની ફેન્સ પ્રશંશા કરી રહ્યા છે. એક ફેને લખ્યું છે કે 'ભાઈ પાછા શેપમાં આવી ગયા'. જ્યારે બીજાએ કમેન્ટ કરી કે 'એક નંબર ભાઈજાન'. ત્રીજાએ કહ્યું 'સલમાન ખુબ સરસ દેખાઈ રહ્યા છો"





  • Follow us on: