ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગલેના મોતથી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. સંચિતાએ પોતાના એપાર્ટમેન્ટમાં પંખા સાથે લટકીને જીવ આપી દીધો. પોલીસ મામલાની તપાસમાં જુટેલી છે. બીજી તરફ સંચિતાની આત્મહત્યા પર સેલેબ્સની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઘણા સિતારાઓએ એક્ટ્રેસના મોતને દુઃખદ ગણાવ્યું છે. આ દરમિયાન એક્ટર રવિ કિશનનું રિએક્શન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આપણે એક યુવાન કલાકારને ગુમાવી દીધો.

આત્મહત્યાને ગણાવ્યું સૌથી મોટું પાપ

એટલું જ નહીં, રવિ કિશને આત્મહત્યાને સૌથી મોટું પાપ ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે દરેક વ્યક્તિના જીવનમાં દુઃખ છે, પરંતુ એનો અર્થ એ નથી કે તમે તમારો જીવ લઈ લો. સંચિતાને લઈને દાવા કરવામાં આવી રહ્યા છે કે તેઓ ડિપ્રેશનમાં હતા અને તેમના કો-સ્ટાર ઉજ્જવલ તેમને હેરાન કરી રહ્યા હતા.

સંચિતાના મોત પર રવિ કિશનનું રિએક્શન

રવિ કિશને તાજેતરમાં જ ન્યૂઝ એજન્સી PTIને ઇન્ટરવ્યુ આપ્યો છે. આ વાતચીતમાં એક્ટરને સંચિતા અંગે સવાલ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું કે- ગઈકાલે જ આપણે આપણા એક  યુવાન કલાકારને ગુમાવી દીધા. આ ખૂબ જ દુઃખદ છે. આ દરમિયાન તેમણે મેડિટેશનનું મહત્વ પણ સમજાવ્યું હતું.

મેડિટેશનને લઈને કહી આ વાત

રવિ કિશને આગળ કહ્યું કે- એટલા માટે જ મેડિટેશન કરવું ખૂબ જરૂરી છે. સાથે જ આધ્યાત્મિકતા અને પ્રાર્થના પણ જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે. આ આપણને માનસિક શક્તિ અને હિંમત આપે છે. ખુશી અને દુઃખ જીવનનો એક ભાગ છે, અને આ સમય-સમય પર આવતા-જતા રહે છે. એક્ટર આગળ કહે છે, એવો કોઈ માણસ નથી જે દુઃખી નથી, જેને ચિંતા નથી. પરંતુ જીવતા પણ રહેવાનું છે ને. આત્મહત્યા તો સૌથી મોટું પાપ છે. આત્માને ક્યારેય મોક્ષ જ નથી મળતો.

રવિ કિશનનું વર્કફ્રન્ટ

રવિ કિશનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, એક્ટર તાજેતરમાં જ ફિલ્મ 'માં-બહેન' માં જોવા મળ્યા છે. આ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ પણ મળી રહ્યો છે. ફિલ્મમાં રવિ કિશનની સાથે માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરી અને ધરણા દુર્ગા મુખ્ય ભૂમિકામાં છે. આ એક ડાર્ક-કોમેડી અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે, જે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.

આ પણ વાંચો-Sanchita Ugale : 'લોકો મારાથી ડરે છે, મારા બધા પૈસા ખર્ચાઈ ગયા', 6 મહિનાથી ડિપ્રેશનમાં હતી સંચિતા ઉગાલે!

  • Follow us on: