ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશની વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ પોતાની અલગ ઓળખ ઉભી કરીને સાબિત કર્યું છે કે સફળતા માટે હંમેશા પરિવારની પરંપરાગત રાહ પર ચાલવું જરૂરી નથી. રાજકારણ અને સમાજસેવાના મજબૂત વારસામાં જન્મેલી સંસ્કૃતિએ ગ્લેમરની દુનિયામાં પગ મૂકીને પ્રથમ જ ફિલ્મથી ફેન્સના દિલ જીતી લીધા છે.


સંસ્કૃતિએ એક્ટિંગ જીત્યા ફેન્સના દિલ 

સંસ્કૃતિએ ફિલ્મમેકર હાર્દિક ગજ્જરની ડિવોશનલ ફિલ્મ ‘કૃષ્ણાવતારમ પાર્ટ 1: ધ હાર્ટ’માં સત્યભામાના પાત્ર દ્વારા અભિનયની શરૂઆત કરી હતી. તેની અસરકારક એક્ટિંગને દર્શકો અને સમીક્ષકો બંને તરફથી પ્રશંસા મળી. ફિલ્મે વિશ્વભરમાં 55 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને મોટી સફળતા મેળવી છે.

ફિલ્મમાં સંસ્કૃતિના અભિનયથી સૌથી વધુ પ્રભાવિત થયેલા દર્શકોમાં તેમની નાની આનંદીબેન પટેલ પણ સામેલ છે. ફિલ્મનું ક્લાઈમેક્સ જોયા બાદ તેઓ ભાવુક બની ગયા હતા. સંસ્કૃતિના જણાવ્યા મુજબ તેની નાની હવે તેમને જોતા સત્યભામાનું પાત્ર યાદ કરે છે અને કૃષ્ણ-સત્યભામાના પ્રેમની અનુભૂતિ કરે છે.


સત્યભામાનું પાત્ર સંસ્કૃતિના પોતાના વ્યક્તિત્વ સાથે ખૂબ મળતું

સંસ્કૃતિનો અભિનય તરફનો પ્રવાસ પણ રસપ્રદ રહ્યો છે. માત્ર 16 વર્ષની ઉંમરે તેને પોતાનો ફેશન બિઝનેસ શરૂ કર્યો હતો. બાદમાં બિઝનેસના અભ્યાસ માટે લંડન ગયા પછી તેમને એકાંતમાં પોતાના સપનાઓ વિશે વિચારવાનો સમય મળ્યો. ફિલ્મમેકિંગના અભ્યાસ દરમિયાન કેમેરા સામે ઊભા રહેતાં તેમને સમજાયું કે અભિનય જ તેમનો સાચો જુસ્સો છે.

સત્યભામાનું પાત્ર સંસ્કૃતિના પોતાના વ્યક્તિત્વ સાથે ખૂબ મળતું આવતું લાગ્યું. તે કહે છે કે સત્યભામા આત્મવિશ્વાસથી ભરપૂર છે અને દિલની વાત ખુલ્લેઆમ કહે છે, જે ગુણો તેમની અંદર પણ છે.

હવે ફિલ્મની સફળતા બાદ દર્શકો તેના આગામી ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 2027માં આવનારા સીક્વલને લઈને સંસ્કૃતિ પણ ખૂબ એક્સાઈટેડ છે અને દર્શકોને ફરી એક નવી અને યાદગાર કહાની આપવાની આશા રાખે છે.

આ પણ વાંચો: Mohammed Sirajથી લઈને વિજય દેવરકોંડા સુધી, આ સ્ટાર્સને ફટકારવામાં આવી લીગલ નોટિસ

  • Follow us on: