સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે ઇન્સ્ટાગ્રામ પર પોતાના બર્થડે સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો છે. જોકે તેનો જન્મદિવસ ગયા મહિને 12 તારીખે હતો, પરંતુ તેણે સેલિબ્રેશનનો વીડિયો ગઈકાલે રાત્રે શેર કર્યો હતો. વીડિયોમાં તેના પરિવારજનોએ બર્થડે વિશ કરવાની સાથે સાથે સારો જીવનસાથી મળવાના આશીર્વાદ આપ્યા હતા. તેની ભાભી અને અર્જુન તેંડુલકરની પત્ની સાનિયા ચાંડોકે કહ્યું કે આ જ વર્ષે તને એક સારો જીવનસાથી મળે.

સચિન તેંડુલકરે આપ્યા ખાસ આશીર્વાદ

સચિન તેંડુલકરે પણ સારાને જન્મદિવસની શુભેચ્છા આપતાં કહ્યું, આશા રાખું છું કે તને કોઈ રસપ્રદ (ઇન્ટરેસ્ટિંગ) જીવનસાથી મળે. મારે હવે વધુ ન બોલવું જોઈએ. તું બસ આ જ રીતે પોઝિટિવિટી ફેલાવતી રહે. આ વાતો સાંભળીને એવું લાગે છે કે સારાના ટૂંક સમયમાં જ લગ્ન થવાના છે અને ઘરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

https://www.instagram.com/reel/DfUQkV_tCl3/?utm_source=ig_web_copy_link&cplk=NTc4MTIwNjQ2YQ==

પરિવારજનોએ શુભેચ્છા સાથે કરી મજાક-મસ્તી

સારાની માતા અંજલિ તેંડુલકરે કહ્યું, હું પ્રાર્થના કરું છું કે તારી દરેક ઇચ્છાઓ પૂર્ણ થાય. જ્યારે અર્જુન તેંડુલકરે મજાકીયા અંદાજમાં કહ્યું, જન્મદિવસની શુભકામનાઓ, બસ આટલું જ. આ સાંભળીને બધા હસવા લાગ્યા હતા. બીજી તરફ સાનિયાની માતાએ સારાને આશીર્વાદ આપતાં કહ્યું કે તું બે જોડિયા બાળકોની ફઈ બને.

ભાભી સાનિયાએ વ્યક્ત કરી અનોખી ઈચ્છા

સાનિયા ચાંડોકે સારાને કહ્યું, આશા રાખું છું કે આ વર્ષે તને એવો જીવનસાથી મળે જે પેરી ક્રોસ રોડ પર રહેતો હોય, જેથી તું હંમેશાં અમારી નજીક રહી શકે. આ વાતો પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે સારાના લગ્નની તૈયારીઓ ઘરમાં શરૂ થઈ ચૂકી છે. સચિને જે રીતે કહ્યું કે તેમને વધુ ન બોલવું જોઈએ, તેના પરથી લાગી રહ્યું છે કે પરિવાર આ લગ્નને મીડિયાથી દૂર અને ખાનગી રાખી શકે છે. મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર 29 વર્ષની છે અને તે પોતાનો બિઝનેસ પણ સંભાળે છે. ભૂતકાળમાં સારાનું નામ શુભમન ગિલ સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

આ પણ વાંચો-Disaster Film : થિયેટર્સમાં ફ્લોપ અને OTT પર સુપરહિટ, આ ફિલ્મને મળ્યો દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ!