શાહરૂખ ખાન ભારતના સૌથી અમીર એક્ટર્સમાં સામેલ છે. બોલીવુડના કિંગ ખાનની સંપત્તિ સામે સલમાન ખાન, અક્ષય કુમાર અને આમિર ખાન પાછળ રહી જાય છે. જાણીતા માર્કેટ એનાલિસ્ટ જેએસ ખેપર જે જસ્સી ટેકના નામે પણ જાણીતા છે તેમણે હાલમાં દાવો કર્યો કે શાહરૂખની નેટવર્થ આ બધા એક્ટર્સની નેટવર્થ કરતાં 4 ગણી વધુ છે.

શાહરૂખ, સલમાન અને આમિરની નેટવર્થમાં કેટલો તફાવત?

સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં જેએસ ખેપરે જણાવ્યું કે, મેં જે ડેટા જોયો છે તે મુજબ સલમાનની નેટવર્થ લગભગ 3 હજાર કરોડથી 3 હજાર 200 કરોડ રૂપિયા વચ્ચે છે. તેમણે આગળ જણાવ્યું કે આમિરની નેટવર્થ 1 હજાર 900 થી 2 હજાર કરોડ રૂપિયા વચ્ચે છે. જસ્સી ટેકના જણાવ્યા અનુસાર, આ બંનેની વચ્ચે અક્ષય કુમાર આવે છે, જેમની નેટવર્થ 2 હજાર 700 કરોડથી 2 હજાર 800 કરોડ રૂપિયા વચ્ચે છે. જોકે તેમણે સૌથી મોટો ખુલાસો ત્યારે કર્યો જ્યારે તેમણે શાહરૂખની નેટવર્થ જણાવી.
https://www.instagram.com/p/DJUS5pnoE47/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

ક્યાંથી કમાણી કરે છે શાહરૂખ ખાન?

એનાલિસ્ટે આગળ કહ્યું કે, તેઓ માત્ર ફિલ્મોમાં જ નહીં પણ બિઝનેસમાં પણ બાદશાહ છે. કેકેઆરને જ જોઈ લો. તેમણે જ્યાં પણ ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તે જોરદાર રહ્યું છે. શાહરૂખ ખાનની અઢળક નેટવર્થમાં તેમની ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ, બાંદ્રા બેન્ડસ્ટેન્ડ પર દરિયા કિનારે આવેલો તેમનો આલીશાન બંગલો મન્નત, મુંબઈના કાર્ટર રોડ પર શ્રી અમૃત સોસાયટીમાં દરિયા સામેનો 4 BHK એપાર્ટમેન્ટ, લંડન અને દુબઈમાં પ્રોપર્ટી, પ્રોડક્શન હાઉસ 'રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ', એક વીએફએક્સ સ્ટુડિયો તેમજ ફિલ્મ પ્રોજેક્ટ્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી થતી આવક સામેલ છે.

શાહરૂખ ખાનનું વર્કફ્રન્ટ

શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટર અત્યારે પોતાની આવનારી ફિલ્મ કિંગના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેઓ પહેલી વાર પોતાની દીકરી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મના અન્ય કલાકારોમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, જયદીપ અહલાવત અને અભય કુમાર સહિત ઘણા સ્ટાર્સ સામેલ છે. આ ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદે કર્યું છે અને તે આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની શક્યતા છે.

આ પણ વાંચો-Bollywood : રકુલ પ્રીત સિંહના ઘરે IT રેડ? અફવાઓ ફગાવી એક્ટ્રેસે કહ્યું- 'હું 20 વર્ષની ઉંમરથી ભરું છું પૂરો ટેક્સ!'