બોલીવુડ એક્ટ્રેસ શેફાલી જરીવાલાના અવસાનથી બધા આઘાતમાં છે. કોઈએ વિચાર્યું પણ ન હતું કે શેફાલી આટલી જલ્દી આ દુનિયા છોડી દેશે. શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું.
શેફાલી જરીવાલાના ફેન્સ પણ તેના અચાનક અવસાનથી ખૂબ જ દુઃખી છે. તેના નજીકના લોકો હજુ પણ વિશ્વાસ કરી શકતા નથી કે શેફાલી જરીવાલા હવે આ દુનિયામાં નથી. કોઈને ખ્યાલ પણ ન હોતો કે શેફાલી જરીવાલા આટલી જલ્દી દુનિયાને અલવિદા કહી દેશે.
શેફાલીના અવસાનથી તેનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. શેફાલી જરીવાલાનો પતિ પરાગ ત્યાગી ખૂબ રડી રહ્યો છે. શેફાલીના અંતિમ સંસ્કાર દરમિયાન તેને ખૂબ જ મુશ્કેલીથી પોતાને નિયંત્રણમાં રાખ્યો. પરાગ હજુ પણ શેફાલીના અવસાનના સમાચાર પર વિશ્વાસ કરી શકતો નથી. પત્નીના અવસાન પછી પરાગે પહેલી વાર મીડિયા સાથે વાત કરી.
પરાગ ત્યાગીએ કરી મીડિયાને વિનંતી
શેફાલી જરીવાલાના પતિ પરાગ ત્યાગીએ મીડિયા સાથે વાત કરી. પરાગ ત્યાગીની રડી રડીને આંખો સૂજી ગઈ હતી અને તેને રડતાં કહ્યું કે મારી પરી માટે પ્રાર્થના કરો. મહેરબાની કરીને કોઈ મજાક ન કરો. તે જ્યાં પણ હોય, કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો, તે ખુશ અને શાંત રહે.' આ દરમિયાન પરાગ ત્યાગીએ હાથ જોડીને મીડિયા પાસેથી પ્રાઈવસી માગી. વાત કરતી વખતે પરાગનો અવાજ ધ્રૂજી રહ્યો હતો અને શેફાલીને ગુમાવવાનું દુ:ખ તેની આંખોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું.
શેફાલી જરીવાલાના મૃત્યુ વિશે આવ્યું અપડેટ
શેફાલીના મૃત્યુ બાદ પોલીસ ઈનવેસ્ટિગેશનમાં ઘણા નવા ખુલાસા થયા છે. આ દરમિયાન એ વાત સામે આવી છે કે શેફાલી વિટામીન અને એન્ટી એજિંગની દવાઓ લેતી હતી. 27 જૂને ઘરે પૂજા હતી, જેના કારણે શેફાલીએ વ્રત રાખ્યું હતું. પરંતુ તેને એન્ટી એજિંગ દવાઓ પણ લીધી હતી.
પોલીસના જણાવ્યા મુજબ રાત્રે 10 થી 11 વાગ્યાની આસપાસ તેનું શરીર અચાનક ધ્રુજવા લાગ્યું અને તે નીચે પડી ગઈ. આ પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જે સમયે શેફાલીની તબિયત બગડી, તે સમયે શેફાલી તેના પતિ પરાગ અને તેની માતા સાથે ઘરે હતી. આ સિવાય કેટલાક અન્ય લોકો પણ ત્યાં હાજર હતા.