ભારતીય ઓપનર બેટ્સમેન કેએલ રાહુલે ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી છે. રાહુલની આ સદી મેચની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતે હવે મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે.
રાહુલની ઈનિંગ ધીરજ, ક્લાસ અને આક્રમકતાનું કોમ્બિનેશન હતું. રાહુલની આ શાનદાર સદી બાદ તેની પત્ની અથિયા શેટ્ટીએ તેના માટે એક ખાસ મેસેજ મોકલ્યો છે.
રાહુલ માટે અથિયા શેટ્ટીનો ખાસ મેસેજ
રાહુલે ઈંગ્લેન્ડ સામે પોતાની ટેસ્ટ કરિયરની 9મી સદી ફટકારી હતી. રાહુલની સદી પછી તેની પત્ની અથિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી. અથિયાએ સ્ટોરીમાં રાહુલનો ઉલ્લેખ કર્યો અને લખ્યું છે કે "આ ખૂબ જ ખાસ છે."
રાહુલે 137 રનની ઈનિંગ રમી. રાહુલે આ ઈનિંગમાં 18 ચોગ્ગા ફટકાર્યા. રાહુલે ચોથી વિકેટ માટે રિષભ પંત સાથે 195 રનની પાર્ટનરશિપ કરી. રિષભ પંતે સદી પણ ફટકારી. રિષભ પંતે કુલ 118 રન બનાવ્યા.
18 મહિના બાદ ટેસ્ટમાં ફટકારી સદી
રાહુલની આ 18 મહિનામાં પહેલી ટેસ્ટ સદી છે. રાહુલ ઘણા સમયથી ટેસ્ટમાં સદીની રાહ જોઈ રહ્યો હતો. રાહુલને પહેલી ઈનિંગમાં પણ સારી શરૂઆત મળી. પરંતુ તે પોતાની ઈનિંગને મોટા સ્કોરમાં ફેરવી શક્યો નહીં. રાહુલે પહેલી ઈનિંગમાં 42 રન બનાવ્યા. રાહુલે પહેલી ઈનિંગની ભૂલનું કમબેક ન કર્યું. તેને પોતાની શરૂઆતને સદીમાં ફેરવી દીધી.
કેએલ રાહુલે સુનીલ ગાવસ્કરનો તોડ્યો રેકોર્ડ
રાહુલે આ સદી સાથે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડી નાખ્યો. રાહુલ હવે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડમાં સૌથી વધુ સદી ફટકારનાર એશિયન ઓપનર બની ગયો છે. રાહુલની ઈંગ્લેન્ડમાં આ ત્રીજી સદી હતી. ગાવસ્કરે ઓપનર તરીકે ઈંગ્લેન્ડમાં બે સદી ફટકારી છે.