ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને પૂજા જોશીના ઘરમાં નાના મહેમાનની એન્ટ્રી થશે. મલ્હાર તથા પૂજાએ આજે 23 જૂને સોશિયલ મીડિયામાં પેરેન્ટ્સ બનવા અંગે પોસ્ટ શેર કરી છે. કપલે ગયા વર્ષે 26 નવેમ્બરે અમદાવાદમાં ધામધૂમથી લગ્ન કર્યાં હતાં.


પૂજા જોષીએ અને મલ્હાર ઠાકરે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમને તેમના જીવનમાં કંઈક નવું મહેમાન આવી રહ્યું હોવાની માહિતી શેર કરી છે.

આ કપલે પોસ્ટ શેર કરવાની સાથે કપ્શનમાં લખ્યું છે કે, ‘કંઈક રોમાંચક બની રહ્યું છે (Something exciting is brewing) અને અમે બંને અમારી નવી સફરનો ભાગ બનવા માટે આતુર છીએ!’ આ સાથે જ હાર્ટ અને સ્માઈલીના ઈમોજીસ શેર કર્યા છે.


ગુજરાતી સેલેબ્સે પાઠવી શુભેચ્છા

મલ્હાર ઠાકર અને પૂજા જોશીની આ પોસ્ટ પર ગુજરાતી સેલેબ્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે અને આ કપલ પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં મિત્ર ગઢવીએ લખ્યું છે કે 'કોલ્ડ બ્રુ ઠાકર?'. આ સિવાય કુશલ મિસ્ત્રીએ શુભેચ્છા પાઠવતાં કહ્યું છે કે 'અભિનંદન'. આ સિવાય અન્ય ગુજરાતી સેલેબ્સ રોનક કામદાર, હેમાંગ દવે, હિતેન તેજવાની અને ગીતા રબારીએ શુભેચ્છા પાઠવી છે.

ક્યારે થઈ પહેલી મુલાકાત ?

મલ્હાર અને પૂજાની પહેલી મુલાકાત વેબ સિરીઝ વાત વાતમાનું શૂટિંગ સમયે થઈ હતી. આ વેબ સિરીઝમાં બંનેની કેમિસ્ટ્રીના જોરદાર વખાણ કરવામાં આવ્યા હતા. વેબ સિરીઝ ‘વાત વાતમાં’ સિઝન વન અને ટુ બંનેમાં કામ કર્યુ છે. જેમાં કોરોના કાળ દરમિયાનની વાત અને સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય તેઓએ ફિલ્મ ‘વીર ઈશાનું સીમંત’માં એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. છેલ્લે તેઓ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘લગ્ન સ્પેશ્યલ’ માં કપલની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં.

કેવી રીતે વાતચીત શરૂ થઈ?

તેઓ વેબ સિરીઝ ‘વાત વાતમાં’શૂટીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન જ તેઓ પહેલીવાર મળ્યા અને તેમની સાથે એક કો સ્ટારની જેમ વાત શરૂ થઈ હતી. પૂજાએ જ્યારે પહેલીવાર મલ્હારને હેલ્લો કહ્યું ત્યારે મલ્હારે કહ્યુ કે ચલ કોફી પીએ ? બસ આ રીતે વાતચીતની શરૂઆત થઈ. ફિલ્મના સેટ પર કોસ્ટાર પછી તેઓ ધીરે ધીરે પાકા મિત્રો બની ગયા. બસ આ રીતે તેમની વાતચીત ધીરે ધીરે શરૂ થઈ.. કોફી ડેટ પર ગયા.. વારંવાર મળતા થયા અને વાત વાતમાં જ તેઓ એકબીજાના દિલની નજીક આવવા લાગ્યા. સામાન્ય વાતો કરતા કરતા મિત્રમાંથી ક્યારે એકબીજાના સોલમેટ બની ગયા તે ખબર જ ન રહી.


  • Follow us on: