ફેમસ ટેલિવિઝન એક્ટ્રેસ હિના ખાને હાલમાં પોતાની લાઈફનો એક નવો અને સુંદર અધ્યાય શરૂ કર્યો છે. તાજેતરમાં જ તેણે પ્રાઈવેટ રીતે તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે લગ્ન કર્યા છે. હિના તેના નવા જીવનના દરેક ક્ષણને દિલથી જીવી રહી છે અને ફેન્સ સાથે પોતાની ખુશી શેર કરી રહી છે.
ગ્નની ખુશી વચ્ચે હિના ખાને સોશિયલ મીડિયા પર એક લેટેસ્ટ અપડેટ શેર કર્યું છે. એક્ટ્રેસ લગ્નના 15 દિવસ પછી તેના પતિ સાથે હનીમૂન પર ગઈ છે અને તેને ઈન્સ્ટાગ્રામ પર તેની ઝલક પણ બતાવી છે. આ તસવીરોમાં હિના ખાન ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. તેના હનીમૂન વેકેશનની આ તસવીરો તેની ઈમોશનલ પોસ્ટના એક દિવસ સામે આવી છે.
હનીમૂન પર ખૂબ મસ્તી કરી છે હિના ખાન
સામે આવેલી તસવીરોમાં તે ફ્લાઈટમાં બેસીને હનીમૂન માટે જતી જોવા મળી રહી છે. આગળની તસવીરમાં તેણે બીચની ઝલક બતાવી છે, જે સ્પષ્ટ કરે છે કે તે વેકેશન માટે ગોવા ગઈ છે. બીજી તસવીરમાં તે વ્હાઈટ બ્લૂ કોર્ડ સેટમાં બેસીને જ્યુસ પીતી જોવા મળી રહી છે. એક તસવીરમાં તે ઝૂલાં ઝૂલતી પણ જોઈ શકાય છે. એક સુંદર તસવીરમાં તે તેના પતિ રોકી જયસ્વાલ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ તસવીરો સિવાય તેને એક ડાઈનિંગ ટેબલની ઝલક પણ શેર કરી છે, જેમાં વિવિધ પ્રકારની વાનગીઓ જોવા મળી રહી છે.

કેન્સર સામેની જંગ લડી રહી છે હિના ખાન
તમને જણાવી દઈએ કે એક તરફ લગ્ન એ હિના ખાનને તેના જીવનની સૌથી મોટી ખુશી આપી છે, તો બીજી તરફ એક્ટ્રેસ હિના ખાન હાલમાં તેના જીવનની સૌથી મોટી જંગ બ્રેસ્ટ કેન્સર સ્ટેજ-3 સામે લડી રહી છે. આ હોવા છતાં તેને પોતાની હિંમત અને આત્મવિશ્વાસથી લાખો લોકોને પ્રેરણા આપી રહી છે. તેને સારવારના દરેક મુશ્કેલ તબક્કાનો બ
જ્યારે કીમોથેરાપી દરમિયાન તેના વાળ ખરવા લાગ્યા, ત્યારે તેને કોઈ પણ ખચકાટ વિના પોતાનું માથું મુંડન કરાવ્યું અને તે જ વાળમાંથી બનાવેલ વિગ પહેરવાનું શરૂ કર્યું. તેને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે ખુલ્લેઆમ આ સાહસિક પગલું શેર કર્યું, જેનાથી હજારો લોકોને હિંમત મળી.
હિના ખાન હવે તેના ચાહકો માટે ફરી એકવાર પડદા પર વાપસી કરવા જઈ રહી છે. તે ટૂંક સમયમાં વેબ સિરીઝ 'પતિ, પત્ની ઔર પંગા'માં જોવા મળશે.