બોલીવુડ એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. તેના ફેન્સ પણ તેના અચાનક અવસાનથી ખૂબ જ દુઃખી છે. તેના નજીકના લોકો હજુ પણ વિશ્વાસ કરી શકતા નથી કે શેફાલી જરીવાલા હવે આ દુનિયામાં નથી.


કોઈને ખ્યાલ પણ ન હોતો કે શેફાલી જરીવાલા આટલી જલ્દી દુનિયાને અલવિદા કહી દેશે. પરંતુ શેફાલી જરીવાલાના એક નજીકના મિત્રએ પહેલાથી જ તેના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી. તે બિગ બોસ 13 માં શેફાલી જરીવાલા સાથે એક સ્પર્ધક તરીકે પણ જોવા મળ્યો હતો.

પારસ છાબરાના પોડકાસ્ટમાં જોવા મળી હતી શેફાલી જરીવાલા

શેફાલી જરીવાલા થોડા સમય પહેલા ટીવી એક્ટર પારસ છાબરાના પોડકાસ્ટ 'આબરા કા દાબરા' શોમાં જોડાઈ હતી. આ દરમિયાન શેફાલીએ પારસ સાથે ઘણી વાતો કરી હતી. તેણે પારસ સાથે તેના લાયક્સ-ડિસલાઈક્સ અને તેના જીવન સાથે જોડાયેલી કોન્ટ્રોવર્સી વિશે પણ વાત કરી હતી.


આ દરમિયાન પારસે શેફાલીની કુંડળી જોઈ હતી અને તે ક્યારે નિધન પામશે તેની ભવિષ્યવાણી પણ કરી હતી. હવે જ્યારે શેફાલી આ દુનિયામાં નથી ત્યારે પારસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પારસ તેની મિત્ર શેફાલીના ભવિષ્ય વિશે જણાવતો જોવા મળે છે.

પારસે શેફાલી વિશે શું કહ્યું?

પારસે શેફાલી સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે 'મેં તમારી કુંડળી જોઈ. તમારા અર્થ હાઉસમાં ચંદ્ર, કેતુ અને બુદ્ધ ત્રણેય બેઠા છે. તેથી ચંદ્ર અને કેતુનું જે કોમ્બિનેશન હોય છે તે ખૂબ ડેન્જરસ છે. અર્થ હાઉસ હંમેશા વિનાશનું કારણ બને છે. અચાનક મૃત્યુ થાય છે.' પારસે તેના પોડકાસ્ટ દરમિયાન શેફાલીને બોલવી હતી અને તેની કુંડળી જણાવી હતી. દુઃખની વાત છે કે શેફાલી જરીવાલા હવે આ દુનિયામાં નથી. તે ખૂબ જ ફિટ હતી અને તેની સુંદરતા માટે પણ જાણીતી હતી. તેના ફેન્સ ખૂબ નિરાશ છે.

શેફાલી જરીવાલાના મૃત્યુ વિશે આવ્યું અપડેટ

શેફાલીના મૃત્યુ બાદ પોલીસ ઈનવેસ્ટિગેશનમાં ઘણા નવા ખુલાસા થયા છે. આ દરમિયાન એ વાત સામે આવી છે કે શેફાલી વિટામીન અને એન્ટી એજિંગની દવાઓ લેતી હતી. 27 જૂને ઘરે પૂજા હતી, જેના કારણે શેફાલીએ વ્રત રાખ્યું હતું. પરંતુ તેને એન્ટી એજિંગ દવાઓ પણ લીધી હતી.

પોલીસના જણાવ્યા મુજબ રાત્રે 10 થી 11 વાગ્યાની આસપાસ તેનું શરીર અચાનક ધ્રુજવા લાગ્યું અને તે નીચે પડી ગઈ. આ પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જે ​​સમયે શેફાલીની તબિયત બગડી, તે સમયે શેફાલી તેના પતિ પરાગ અને તેની માતા સાથે ઘરે હતી. આ સિવાય કેટલાક અન્ય લોકો પણ ત્યાં હાજર હતા. આ વીડિયો એક પોડકાસ્ટનો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંદેશ ન્યુઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.


  • Follow us on: