બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ દિવસોમાં તેના રેસ્ટોરન્ટ બસ્ટિયનને લઈને સતત ચર્ચામાં જોવા મળી રહી છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી તેના બાંદ્રા સ્થિત રેસ્ટોરન્ટને બંધ કરી રહી છે. ત્યાર બાદ તેના ફેન્સ ચિંતિત હતા અને દરેક જગ્યાએ ચર્ચા થઈ હતી કે શિલ્પા શેટ્ટી ખોટમાં ચાલી રહી છે. હવે આ બધી બાબતોનો અંત લાવતા અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, બસ્ટિયન બંધ નથી થઈ રહ્યું. તેના બદલે ફેન્સને એક મોટું સરપ્રાઈઝ મળવાનું છે જે સાંભળીને દરેકનું હૃદય ખુશ થઈ જશે.
શિલ્પા શેટ્ટીએ કરી આ મોટી જાહેરાત
શિલ્પા શેટ્ટીએ ફેન્સ સાથે એક વીડિયો શેર કર્યો અને જણાવ્યું હતું કે તેનું બસાતીયન બંધ થઈ રહ્યું નથી તે બીજે ક્યાંક શિફ્ટ થઈ રહ્યું છે. આ સિવાય બાંદ્રામાં આ રેસ્ટોરન્ટની જગ્યાએ શિલ્પા શેટ્ટી એક નવું કાફે ખોલી રહી છે. જેનું નામ 'અમ્મકાઈ' છે. આ એક સાઉથ ભારતીય રેસ્ટોરન્ટ હશે જેમાં આ કપલ રોકાણ કરી રહ્યું છે. બસાતીયન જુહુ જશે અને તેનું નામ બદલીને બસાતીયન બીચ ક્લબ રાખવામાં આવશે.













