બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફિલ્મો કરતાં વિવાદને લઈને સમાચારોની હેડલાઈન બને છે. ફરી એક વાર શિલ્પા શેટ્ટી કાયદાના સંકજામાં સપડાઈ. શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાને વધુ એક ઝટકો લાગ્યો છે. કરોડો રૂપિયાની છેતરપિંડી બાદ અભિનેત્રી શિલ્પા હવે તેની રેસ્ટોરન્ટ બાસ્ટિયનને લઈને ચર્ચામાં છે. બેંગલુરુ પોલીસે શિલ્પા શેટ્ટીની , રેસ્ટોરન્ટ બાસ્ટિયન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. આ કેસ બાસ્ટિયન રેસ્ટોરન્ટ અને પબ મોડે સુધી ખુલ્લા રહેવા અને ત્યાં થતી દલીલો મુદ્દે સંબંધિત છે. 


શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધી

બેંગલુરુ પોલીસે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટ, રેસ્ટોરન્ટ બાસ્ટિયન વિરુદ્ધ FIR દાખલ કરી છે. અહેવાલો અનુસાર, 'બાસ્ટિયન' રેસ્ટોરન્ટ 11 ડિસેમ્બરે નિર્ધારિત સમય કરતાં વધુ એટલે કે 1:30 વાગ્યા સુધી ખુલ્લું રહ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે રેસ્ટોરન્ટના મેનેજર અને સ્ટાફ સામે કેસ નોંધ્યો છે. કર્ણાટક પોલીસ અધિનિયમની કલમ 103 હેઠળ સ્વ-મોટુ ફરિયાદ બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. શહેરના સેન્ટ માર્ક્સ રોડ પર બાસ્ટિયન સ્થિત હોવાથી, ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. તપાસના ભાગ રૂપે આઠ વ્યક્તિઓ અને પબ સ્ટાફના સભ્યોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. 

વીડિયો વાયરલ થતા પોલીસ એકશનમાં

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો બાદ પોલીસ હરકતમાં આવી. થોડા દિવસો પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કેટલાક લોકો રેસ્ટોરન્ટ બહાર ઝગડતા હતા. મોડીરાતનો આ વીડિયો બેંગ્લોરમાં શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટ 'બાસ્ટિયન' ની બહારનો હોવાનું જાણવા મળ્યું. વાયરલ વીડિયોમાં દેખાતા એક વ્યક્તિ ઉદ્યોગપતિ અને બિગ બોસના ભૂતપૂર્વ સ્પર્ધક સત્ય નાયડુ છે.  આ વીડિયો સામે આવ્યા પછી, પોલીસે શિલ્પા શેટ્ટીના બાસ્ટિયન પબ અને રેસ્ટોરન્ટ સામે મોડી રાત સુધી ખુલ્લા રહેવા બદલ FIR નોંધી છે. પોલીસે નિર્ધારિત સમય કરતાં વધુ ખુલ્લા રહેવા બદલ કેસ નોંધ્યો છે.બેસ્ટિયન ઉપરાંત, રેસિડેન્સી રોડ પર આવેલા સોર બેરી પબ વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વીડિયોમાં દેખાતી વ્યક્તિએ કરી સ્પષ્ટતા

બાસ્ટિયન બહાર જે વ્યક્તિ દેખાય છે તે ઉદ્યોગપતિને જયારે આ વિવાદને લઈને પૂછવામાં આવ્યું ત્યારે ઇનકાર કર્યો. વીડિયોમાં દેખાતા સત્ય નાયડુએ ગેરવર્તણૂક થયાના આરોપોને ફગાવી દીધા હતા, આ અંગે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે કોઈ ઝગડો કે વિવાદ થયો નથી. પબમાં તે ફક્ત મિત્રો સાથે જમવા ગયો હતો. વધુમાં તેમણે કહ્યું કે બિલની ચુકવણી દરમિયાન મૂંઝવણ ઊભી થઈ હતી. એટલે મિત્રો વચ્ચે ખાલી દલીલો થઈ રહી છે પણ કોઈ ઝઘડો થયો ન હતો. જો કે બેંગ્લુરુ પોલીસે નિયમોના ઉલ્લંઘન મામલે શિલ્પાની રેસ્ટોરન્ટની વધુ તપાસ કરી શકે છે.


આ પણ વાંચો : Border 2 Teaser : દમદાર ડાયલોગ અને ધમાકેદાર એક્શન સાથે બોર્ડર 2ના ટીઝર મચાવી ધૂમ


  • Follow us on: