સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 15 જુલાઈના રોજ માતા-પિતા બન્યા હતા. કિયારા અડવાણીએ એક સુંદર લાડલીને જન્મ આપ્યો અને મલ્હોત્રા પરિવારમાં ખુશીની લહેર છવાઈ હતી. બંનેએ ફેન્સ સાથે આ સમાચાર શેર કરતા લખ્યું હતું કે ,'અમારા હૃદય ખુશીઓથી ભરાઈ ગયા છે અને આપણી દુનિયા હંમેશા માટે બદલાઈ ગઈ છે.' ફેન્સ આ કપલની પુત્રીના ફોટોઝની રાહ જોઈ રહ્યા છે પરંતુ સિદ્ધાર્થ અને કિયારાએ હજુ સુધી તેમની પુત્રીનો ફોટો શેર કર્યો નથી. કપલની લાડલીની કેટલીક ઝલકો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જાણો આ તસવીરો પાછળનું સત્ય શું?
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની પુત્રીના ફોટા વાયરલ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તેમની પુત્રીને લાઈમલાઈટથી દૂર રાખી છે. આ દરમિયાન આ કપલના બે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ પોસ્ટ મુજબ, પહેલા ફોટામાં, અભિનેતા તેની નાની પુત્રીને ખોળામાં લઈને બેઠો છો તો બીજા ફોટોમાં કિયારા તેની પુત્રીને પકડીને રમી રહી છે. ત્રીજા ફોટામાં સિદ્ધાર્થ તેની પુત્રીને ખોળામાં લઈને તેને પ્રેમથી જોઈ રહ્યો છે. જોકે, ત્રણેય ફોટા નકલી છે. અહેવાલ મુજબ, આ ફોટા એડિટ કરવામાં આવ્યા છે અને ફોટામાં દેખાતી છોકરી કપલની નથી. આ ફોટો એડિટિંગ દ્વારા બનાવવામાં આવ્યો છે.













