આખા દેશથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધી દરેક વ્યક્તિ ગણેશ ચતુર્થીની ઉજવણીમાં ડૂબી ગયા છે. સેલેબ્સ તેમના પરિવાર સાથે બાપ્પાના દર્શન કરવા માટે વિવિધ પંડાલોમાં પહોંચી રહ્યા છે. ઐશ્વર્યા રાયે તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈમાં GSB ગણપતિ ઉજવણીમાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન બંનેની ઘણી તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. તે જ સમયે, ફરી એકવાર અભિષેક બચ્ચન તેની પત્ની અને પુત્રી સાથે જોવા મળ્યા નથી. આવી સ્થિતિમાં જ્યારે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા અને આરાધ્યાના વખાણ થઈ રહ્યા છે ત્યારે અભિષેક બચ્ચન ક્યાં છે અવા સવાલો થઈ રહ્યા છે.


બચ્ચન પરિવારમાં કંકાસ?

જોકે, બચ્ચન પરિવાર મોટાભાગે સામૂહિક રીતે જાહેર પ્રસંગોમાં હાજર રહે છે. અભિષેક બચ્ચનની ગેરહાજરીએ સોશિયલ મીડિયામાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. જોકે ઐશ્વર્યા અને આરાધ્યા વચ્ચેની નજીકતા અને પોઝિટિવ એનર્જીએ આ તમામ અટકળોને થોડી શાંત પાડી હતી. આ ખાસ પ્રસંગે ઐશ્વર્યાએ સુંદર વ્હાઈટ સૂટ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે કપાળ પર બિંદી અને રેડ લિપસ્ટિક લગાવીને પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. તે જ સમયે, આરાધ્યા યેલો કુર્તા સેટમાં ખૂબ જ સરળ અને સુંદર લાગી રહી હતી. બંનેએ પૂર્ણ ભક્તિથી હાથ જોડીને બાપ્પાની પૂજા કરી હતી.

અભિષેક બચ્ચનની ગેરહાજરી પર ઉઠ્યા સાવલો

કોઈપણ કાર્યક્રમ હોય કે ખુશીનો પ્રસંગ હંમેશા માતા અને પુત્રી બંને હાથ પકડીને સાથે જોવા મળે છે. તેમની આ મુલાકાતે ફરી એકવાર આ વાતને સાબિત કરી દીધી કે આ બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ ઉંડો અને પ્રેમભર્યો છે. આ વખતે પણ એવું જ બન્યું અને હવે તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બંને બાપ્પા પાસેથી આશીર્વાદ લેતા જોઈ શકાય છે અને બંનેએ ચાહકોનું સ્મિત સાથે સ્વાગત કર્યું અને પંડાલમાં પ્રવેશતા પહેલા થોડી સેલ્ફી લેવા માટે રોકાયા હતા. આ દરમિયાન અભિષેક બચ્ચન પણ નિશાના પર આવી ગયા છે. યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે હંમેશની જેમ આ વખતે પણ ઐશ્વર્યા અને આરાધ્યાએ એકલા આવવું પડ્યું અભિષેક કેમ સાથે ન આવ્યો.

તમને જણાવી દઈએ કે, ઘણા સમયથી ઐશ્વર્યા અને અભિષેકના સંબંધોમાં ખટાશના અહેવાલો આવી રહ્યા છે પરંતુ આ કપલ સતત આ અહેવાલોને ફગાવી દે છે. અભિષેક ઐશ્વર્યા અને આરાધ્યા સાથે જોવા મળતો નથી ત્યારે ફેન્સ ચર્ચા કરવા લાગે છે કે, બંનેના સબંધો બરાબર નથી ચાલી રહ્યા,અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન વર્ષ 2007 માં થયા હતા અને આ કપલને વર્ષ 2011 માં એક પુત્રીનો જન્મ થયો હતો.


  • Follow us on: