સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા સ્ટારર ફિલ્મ "ધ વન" (The One) ને સિનેમાઘરોમાં રિલીઝ થયે ચાર દિવસ પૂરા થઈ ગયા છે. દર્શકો તરફથી મળી રહેલા મિશ્ર પ્રતિસાદ (Mixed Reviews) વચ્ચે પણ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાની પકડ જાળવી રાખી છે. સોમવારની મહત્વપૂર્ણ ટેસ્ટ પાસ કરતા ફિલ્મે વિશ્વભરમાં ₹૫૦ કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે.

સોમવારની કસોટીમાં પાસ: 4થા દિવસે 5.25 કરોડનું કલેક્શન

કોઈપણ ફિલ્મ માટે વીકડેઝમાં સોમવારનો દિવસ કમાણીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. SACNILC ના રિપોર્ટ અનુસાર, 'ધ વન' ફિલ્મે તેના ચોથા દિવસે (સોમવારે) ભારતમાં રુ.5.25 કરોડની કમાણી કરી છે. સોમવારે દેશભરમાં ફિલ્મના કુલ 7,012 શો આયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં થિયેટર ઓક્યુપન્સી 20 ટકા જોવા મળી હતી.

બોક્સ ઓફિસ પર કુલ રુ.46.35 કરોડની કમાણી

અત્યાર સુધીના કલેક્શન પર નજર કરીએ તો:

  • પ્રથમ દિવસ (શુક્રવાર): રુ.8 કરોડ
  • બીજો દિવસ (શનિવાર): રુ.11.25 કરોડ
  • ત્રીજો દિવસ (રવિવાર): રુ.14.25 કરોડ
  • ચોથો દિવસ (સોમવાર): રુ.5.25 કરોડ

આ સાથે જ ભારતમાં ફિલ્મનું ચોખ્ખું કલેક્શન (Net Collection) રુ.38.85 કરોડ થયું છે, જ્યારે ગ્રોસ કલેક્શન રૂ.46.35 કરોડ સુધી પહોંચી ગયું છે. જોકે, વિદેશી બજાર (Overseas) માં ફિલ્મને બહુ ખાસ પ્રતિસાદ સાંપડ્યો નથી.

કમાણીમાં 63% નો ઘટાડો છતાં 'હનુમાન અંશ'ને આપી પછાડ

રવિવારના રૂ.14.25 કરોડના બિઝનેસની સરખામણીએ સોમવારની કમાણીમાં 63 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે સામાન્ય રીતે વીકડેઝમાં જોવા મળતો હોય છે. પરંતુ આ ફિલ્મ માટે સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે સોમવારની કમાણીની બાબતમાં તેણે ફિલ્મ 'હનુમાન અંશ' ના કલેક્શનને પાછળ છોડી દીધું છે. નિર્માતાઓને આશા છે કે આવનારા દિવસોમાં પણ ફિલ્મની કમાણી જળવાઈ રહેશે અને તે સપ્તાહાંત સુધીમાં બોક્સ ઓફિસ પર વધુ નવા રેકોર્ડ બનાવશે.


આ પણ વાંચો : Hanuman Ansh Box Office Collection: હનુમાન અંશની અધધ....કમાણી મોટો ચમત્કાર, 53મા દિવસે 400 કરોડ પાર