દિવગંત બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ભાઇના મોતને લઇને આશ્ચર્ય જનક ખુલાસો કર્યો છે, જેને લઇને તે હવે ચર્ચામાં બની છે. તેમણે દાવો કર્યો હતો કે બે મનોવિજ્ઞાની, એક યુનાઇટેડ સ્ટેટ્સનો અને બીજો મુંબઈનો. તેમણે ખુલાસો કર્યો છે કે સુશાંતની હત્યા બે લોકોએ કરી છે અને તેણે આત્મહત્યા નથી કરી. શ્વેતાએ રિયા ચક્રવર્તીનો પણ ઉલ્લેખ કર્યો, જે સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી. સુશાંત સિંહનુ મોત જૂન 2020માં થયુ હતુ, ત્યાર બાદ જ એક્ટ્રેસ રિયા ચર્ચામાં આવી છે. તો આ મામલામાં સીબાઇ, ઇડી અને એનસીબી જેવા સરકારી એજન્સી હજુ પણ તપાસમાં લાગેલી છે.
સુશાંત સિંહની હત્યા કે આત્મહત્યા?
આ મુદ્દે શ્વેતા સિંહ કીર્તિએ જણાવ્યું કે સુશાંતના આત્મહત્યા કેસ પર તેમણે પ્રશ્નો ઉઠાવ્યા, પરંતુ લોકોને તે વાત સારી લાગી નહીં અને તેમને ખરાબ બતાવવામાં આવ્યા. તાજેતરનમાં આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું, આ આત્મહત્યા કેવી રીતે થઈ શકે? જે ફેન હતો અને જે બેડ હતો, એ વચ્ચે એટલું અંતર જ નહોતું કે કોઈ માણસ પોતાનો પગ લટકાવી શકે. જો તમને આત્મહત્યા કરવી હોય તો તમે સ્ટૂલનો ઉપયોગ કરશો, નહીં? પરંતુ ત્યાં કોઈ સ્ટૂલ જેવી વસ્તુ નહોતી.













