તારક મહેતાકા ઉલટા ચશ્માના ફેન્સ માત્ર એક જ સવાલનો જવાબ જાણવા ઇચ્છે છે કે આખરે તેમની દયાબેન એટલે કે દિશા વાકાણી શો પર પાછી ક્યારે ફરશે.પાછલાં લગભગ આઠ વર્ષોથી ફેન્સ દયાબેન અને જેઠાલાલની જોડીને એક સાથે સ્ક્રીન પર જોવા ઇચ્છે છે. પરંતુ એક્ટ્રેસની વાપસી ક્યારે થશે તેનો જવાબ તો મેકર્સ પાસે પણ નથી.
ઘણી વાર થાય છે મુલાકાત
પરંતુ હવે શોમાં ભીડેનું કેરેક્ટર નિભાવનાર એક્ટર મંદાર ચંદવાદકરે દયાબેનની વાપસીને લઇને એક મોટી વાત કહી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે એક્ટ્રેસ સાથે કામ કરવા પર વાત કહી.મંદારે દયાબેન એટલે કે દિશાની સાથે છેલ્લે કરેલુ કામ તેના વિશે કહ્યુ કે, 2027માં અમે છેલ્લી વાર શૂટ કર્યુ હતુ. તે સમયે દિશા કામ કરી રહી હતી પરંતુ પછી તે પોતાની પર્સનલ લાઇફમાં બિઝી થઇ ગઇ.તેણે આગળ કહ્યુ કે અમે શોના દરેક લોકો ઇચ્છે છે કે દે શોમાં પાછા આવી જાય. પરંતુ રીલ લાઇફથી વધારે રિયલ લાઇફ જરૂરી છે. તેમની રિયલ લાઇફમાં શું ચાલી રહ્યુ છે તે તેમનાથી વધારે કોઇને ખ્યાલ નહીં હોય.













