'ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2' સાથે સ્મૃતિ ઈરાનીએ ટીવી પર વાપસી કરી છે. આ શોએ ફરી એકવાર નાના પડદા પર પોતાની છાપ છોડી છે અને માત્ર એક જ અઠવાડિયામાં શો નંબર-1 પર પહોંચી ગયો હતો. સ્મૃતિ ઈરાની તુલસી વિરાણીના પાત્રથી ઘર-ઘરમાં ફેમસ બની છે અને તેની રેકોર્ડબ્રેક કમાણીની પણ ચર્ચા થઈ રહી છે. સાથે જ તેણે કમાણીની બાબતમાં તેણે દીપિકા પાદુકોણને પણ પાછળ છોડી દીધી છે.
સ્મૃતિ ઈરાની ટીવીની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી
અહેવાલ અનુસાર, સ્મૃતિ ઈરાની શો ક્યુંકી સાસ ભી કભી બહુથી 2ના દરેક એપિસોડ માટે 14 લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે જેના કારણે તે ભારતીય ટેલિવિઝનની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી બની ગઈ છે. આ શોના 150 એપિસોડ ટેલિકાસ્ટ થવાના છે તેથી સ્મૃતિ ઈરાની ક્યુંકી સાસ ભી કભી બહુથી 2થી 21 કરોડની મોટી રકમ કમાશે.
ફીના મામલે સ્મૃતિ ઈરાનીએ દીપિકાને પાછળ છોડી
સ્મૃતિ ઈરાનીએ બોલીવુડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણને મોટી ફીના મામલે પાછળ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ પઠાણ માટે દીપિકાને 15 કરોડ રૂપિયા ફી તરીકે મળ્યા હતા. ક્યોંકી સાસ ભી કભી બહુથી માટે સ્મૃતિ ઈરાની 2થી 21 કરોડ રૂપિયા કમાશે.
સ્મૃતિએ ફીના મામલે આ ટીવી સ્ટાર્સને પાછળ છોડ્યા
સ્મૃતિએ ફીના મામલે ઘણા ટીવી કલાકારોને પાછળ છોડી દીધા છે. તેણીએ સૌથી લોકપ્રિય શો અનુપમાની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલીને પણ હરાવી છે. રૂપાલી શોના દરેક એપિસોડ માટે લગભગ 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે જ્યારે હિના ખાનની ફી 2 લાખ રૂપિયા સુધીની છે. તારક મહેતામાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી શોના દરેક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એક મુલાકાતમાં સ્મૃતિ ઈરાનીએ પણ કબૂલાત કરી કે તે ટીવી પર સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી છે.