ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2ને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. હવે શોમાં 10 વર્ષનો લીપ આવી ચૂક્યો છે, જે પછી સ્ટોરી પૂરી રીતે બદલાવાની છે. એવામાં નવી સ્ટોરીને લઈને સ્મૃતિ ઈરાનીએ પ્રોડ્યુસર એકતા કપૂર સામે એક મોટી શરત મૂકી દીધી છે.
સ્મૃતિ ઈરાનીની મોટી શરત
સ્મૃતિ ઈરાની નાના પડદાના મોટા કલાકાર છે અને તેમની અદાકારીની કુશળતા દરેક વ્યક્તિ જોઈ ચૂક્યા છે. સીરિયલમાં દસ વર્ષનો લીપ આવી ચૂક્યો છે, એવામાં લીપ પછી હવે સ્ટોરી બદલાવાની છે. પરંતુ આગળની સ્ટોરી શું હશે તેના માટે સ્મૃતિ ઈરાનીએ શોના પ્રોડ્યુસર એકતા કપૂર સામે મોટી માગણી મૂકી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તેઓ લીપ પછીનું શૂટિંગ ત્યારે જ શરૂ કરશે જ્યારે તેમને પહેલાથી જ સ્ટોરી વિશે વિગતવાર જણાવવામાં આવશે. તેમનું પાત્ર કઈ રીતનું હશે, તેઓ પૂરી સ્ક્રિપ્ટ જાણવા માગે છે.
પાત્ર સાથે કોઈ સમાધાન કરવા તૈયાર નથી સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાની હંમેશાંથી પોતાના પાત્રને લઈને સિરિયસ રહ્યા છે. તુલસીનું પાત્ર એક દમદાર પાત્ર છે અને સ્મૃતિ ઈરાની હંમેશાં પોતાના પાત્રને ન્યાય આપતા આવ્યા છે. તેઓ પોતાના અભિનયથી લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે, એટલા માટે તેઓ એવું નથી ઈચ્છતા કે વિચાર્યા વગર આગળની સ્ટોરીનું શૂટિંગ કરે.
એવા અહેવાલો આવ્યા હતા કે શો 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2' બંધ થવાનો છે, પરંતુ આ અહેવાલો ખોટા સાબિત થયા. શોમાં 10 વર્ષનો લાંબો લીપ આવી ગયો છે. સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય સ્ટારર 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2' આ અઠવાડિયે TRP લિસ્ટમાં પાંચમા નંબર પર છે. આ શોમાં અંબાલાલ વિરાણી, દક્ષા બેન, પાયલ અને સાહિલ જેવા પાત્રો પણ સામેલ છે.
આ પણ વાંચો-Welcome To The Jungleનો બોક્સ ઓફિસ પર ધમાકો, પહેલા જ દિવસે 29 ફિલ્મોને પાછળ છોડી બનાવ્યા 2 મોટા રેકોર્ડ!