બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર બીજી વાર માતા બની છે, તેણે ફરી એક પુત્રને જન્મ આપ્યો છે. સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને ફેન્સ સાથે આ ગુડ ન્યૂઝ શેર કર્યા છે. આ કપલ અત્યારે ચર્ચામાં છે.

2018માં કર્યા હતા લગ્ન

સોનમ કપૂરે વર્ષ 2018માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. આનંદ આહુજા ખૂબ મોટો બિઝનેસમેન છે. આ કપલ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. જાણો કે અમીરીની બાબતમાં બંનેમાંથી કોણ આગળ છે.

સોનમ કપૂરની નેટવર્થ કેટલી?

  • સોનમ કપૂર કરોડોની માલિકણી છે. રિપોર્ટ્સ મુજબ એક્ટ્રેસની નેટવર્થ 115 કરોડ રૂપિયા છે.
  • તે વર્ષે 12 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી લે છે.
  • સોનમ ફિલ્મ સિવાય પ્રીમિયમ બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટથી પણ 1 થી 1.5 કરોડની કમાણી કરે છે.
  • મુંબઈ અને લંડનમાં તેનું આલીશાન ઘર પણ છે.

https://www.instagram.com/reel/DS7d6bRipnw/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

આનંદ આહુજાની નેટવર્થ

  • અનિલ કપૂરના જમાઈ અને સોનમ કપૂરના પતિ આનંદ એક સફળ બિઝનેસમેન છે. તે દિલ્હીના બિઝનેસમેન સુનીલ આહુજાના પુત્ર છે.
  • આનંદ આહુજા શાહી એક્સપોર્ટ્સ, 'Bhaane' નામની ક્લોધિંગ બ્રાન્ડ અને સ્નીકર રીટેલર 'VegNonVeg' ના કો-ફાઉન્ડર છે.
  • આ તમામ બિઝનેસથી તેમની નેટવર્થ આશરે 4500 થી 5000 કરોડ રૂપિયાની વચ્ચે જણાવવામાં આવે છે.

આમ જોવામાં આવે તો, સોનમ કપૂર નેટવર્થની બાબતમાં પોતાના પતિ આનંદ આહુજાથી ઘણી પાછળ છે. એક્ટ્રેસ લાંબા સમયથી મોટા પડદા પર જોવા મળી નથી.

આ પણ વાંચો- Vivian Dsena : ટીવી સ્ટાર વિવિયન ડીસેનાના ઘરે ગુંજી ફરી કિલકારી, પત્ની નૂરાને આપ્યો પુત્રને જન્મ