વિવિયન ડીસેના પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. ફરી એકવાર આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. હકીકતમાં, વિવિયન ડીસેના ફરી એકવાર પિતા બન્યા છે. તેની પત્ની નૂરન અલીએ પુત્રને જન્મ આપ્યો છે. વિવિયને પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ અંગે જાણકારી આપી છે. આ પહેલા વિવિયન અને નૂરને એક દીકરાનું સ્વાગત કર્યું હતું. વિવિયને ઇન્સ્ટાગ્રામ પર ગુડ ન્યૂઝ શેર કરતા પોતાની પોસ્ટમાં લખ્યું, થોડા સમય માટે લોકોની નજરથી દૂર થઈ ગયો હતો.. કોઈ કારણ વગર નહીં.. કેટલીક સ્ટોરીઓ જાહેર કરવામાં આવતી નથી, તે બસ હંમેશા રહે છે. અમારો પરિવાર મોટો થયો છે અને આ વખતે પ્રિન્સ છે.
વિવિયન અને નૂરને ખાનગી રીતે કર્યા હતા નિકાહ
વિવિયને સોશિયલ મીડિયા પર પિતા બનવાની જાણકારી આપી કે તરત જ ફેન્સથી લઈને સેલેબ્સ સુધીના લોકોએ તેની પોસ્ટ પર કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો. વિવિયન ડીસેનાએ ગુપ્ત રીતે નૂરન અલી સાથે નિકાહ કર્યા હતા. આ લગ્ન માટે એક્ટરે ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો.
https://www.instagram.com/p/DWfsf_qDEf3/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
