સોનુ નિગમ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. આજે સોશિયલ મીડિયામાં સોનુ નિગમનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સોનુ નિગમના લાઈવ કોન્સર્ટનો છે. તાજેતરમાં કર્ણાટકના હુબલીમાં સોનુ નિગમ લાઈવ કોન્સર્ટ કરતો હતો. ત્યારે અચાનક તેણે કોન્સર્ટ રોકી લીધો. સોનુ નિગમના કોન્સર્ટ રોકવાનું કારણ એક બાળક છે. લાઈવ કોન્સર્ટમાં 30,000ની ભીડમાં એક બાળક ખોવાઈ ગોય હતો. આ બાળકના પરિવારને શોધવા અચાનક સોનુ નિગમે કોન્સર્ટ રોકી લીધો. સોનુ નિગમના લાઈવ કોન્સર્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.




કોન્સર્ટમાં ગુમ બાળક મળ્યું, સોનુ નિગમે રોકયો કોન્સર્ટ

કર્ણાટકના હુબલીમાં સોનુ નિગમ કોન્સર્ટમાં એક લાઈવ પરફોર્મન્સ આપતો હતો. આશરે 30,000 લોકોની ભીડમાં એક નાનો બાળક, શ્રી સાંઈ તેના પરિવારથી અલગ થઈ ગયો હતો. બાળક આમતેમ ફરતો હતો ત્યારે તેને ત્યાં ઉભેલા લોકો તેને સ્ટેજ પર લઈ આવ્યા. સ્ટેજ પર લાવ્યા પછી પણ બાળકના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. દરમિયાન સોનુ નિગમ પરિસ્થિતિ સંભાળી. અને બાળકને આરામદાયક અનુભવ કરાવવાનો પ્રયાસ કર્યો. પરિવારથી વિખુટો પડેલ બાળક વધુ ના ગભરાય માટે સોનુ નિગમ તેની શૈલીમાં જ ગીત ગાવા લાગ્યો.

સોનુ નિગમની આ દરિયાદિલી જોઈ પ્રેક્ષકો દંગ 

લાઈવ કોન્સર્ટને અધવચ્ચે રોકી સોનુએ બાળક સાથે વાત કરી અને તેના મૂડ હળવો કર્યો. નુએ મજાકમાં બાળકને કહ્યું કે તેના માતા-પિતા તેના વગર મજા કરી રહ્યા હશે. બાળકે નિર્દોષતાથી જવાબ આપ્યો કે તેના પિતા ત્યાં નથી. આ સાંભળી સોનુ નિગમ ચોંકી ગયો. તેણે તરત જ બાળકના પરિવારને શોધવા એનાઉસમેન્ટ કરી. જયારે બાળકને પૂછયું કે તે કોની સાથે આવ્યો છે ત્યારે જવાબ આપ્યો, "ચાચુ." ત્યારબાદ સોનુએ ઉત્સાહથી માઇક્રોફોન પર "ચાચુ" બૂમ પાડી. અને બાળકના ચાચુને શોધવા લાગ્યો. સોનુ નિગમની આ દરિયાદિલી જોઈ પ્રેક્ષકો દંગ થઈ ગયા.


આ પણ વાંચો : Ghooskhor Pandat વિવાદનો આવ્યો અંત, મનોજ બાજપેયીની ફિલ્મ 'ઘુસખોર પંડિત'નું નામ બદલાશે

  • Follow us on: