તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 18 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ દરમિયાન ઘણા કલાકારો આવ્યા અને ગયા, છતાં શોની લોકપ્રિયતા યથાવત રહી. 18 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગોકુલધામ સોસાયટીનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને તેનો લુક પણ સંપૂર્ણ બદલવામાં આવ્યો છે. હાલ શોમાં 18 વર્ષની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગોકુલધામ સોસાયટીમાં ખાસ મહેમાનની એન્ટ્રી

આટલી મોટી સિદ્ધિની ઉજવણી માટે એક ખાસ મહેમાન પણ આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ મહેમાન ન તો બોલીવુડનો છે અને ન તો ટીવી ઈન્ડસ્ટ્રીનો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 18 વર્ષના જશ્નમાં સીધા હોલીવુડમાંથી સ્પાઈડરમેનની એન્ટ્રી થઈ છે. સ્પાઈડરમેનનો પરિચય કરાવતા પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું, જ્યારે તે જમીન પરથી આકાશમાં છલાંગ લગાવે છે, ત્યારે તેનું કરતબ જોઈને સમય પણ થંભી જાય છે.
https://www.instagram.com/reel/DbXnqK4BFYN/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
સ્પાઈડરમેન આવતાં જ ગોકુલધામ સોસાયટીના તમામ લોકોનું દિલ જીતી લીધું. સામે આવેલા એક વીડિયોમાં સ્પાઈડરમેન જેઠાલાલના પિતા ચંપકલાલના પગે લાગી આશીર્વાદ લેતો જોવા મળે છે. જોકે, શરૂઆતમાં ચંપકલાલ ડરી જાય છે. ત્યારબાદ જેઠાલાલ તેમને સમજાવે છે કે તે આશીર્વાદ લેવા આવ્યો છે. ત્યાર પછી ચંપકલાલ સ્પાઈડરમેનને આશીર્વાદ આપતા કહે છે, ખુશ રહો અને આવી જ લાંબી લાંબી છલાંગો મારતા રહો. જેઠાલાલ તેને સંસ્કારી સ્પાઈડરમેન કહે છે.

દયાબેન ક્યારે કરશે વાપસી?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સ્પાઈડરમેનની એન્ટ્રી ફિલ્મ સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડેની રિલીઝ દરમિયાન થઈ છે, જેના કારણે આ એન્ટ્રી વધુ ચર્ચામાં છે. 18 વર્ષ પૂર્ણ થતાં શોમાં હવે ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે. સ્પાઈડરમેનની એન્ટ્રી અને ગોકુલધામ સોસાયટીનો નવો લુક આ બદલાવનું પહેલું પગલું માનવામાં આવી રહ્યું છે.

દયાબેનની એન્ટ્રી હશે જોરદાર!

ફેન્સ હવે અંદાજ લગાવી રહ્યા છે કે કદાચ હવે દયાબેન પણ શોમાં પરત ફરશે. છેલ્લા ઘણા વર્ષોથી દર્શકો તેમની વાપસીની રાહ જોઈ રહ્યા છે. શોની સ્ટોરીને વધુ મજેદાર અને ઈન્ટરેસ્ટિંગ બનાવવા માટે દયાબેનની એન્ટ્રી પરફેક્ટ સાબિત થઈ શકે છે. મેકર્સ પણ ઘણી વખત કહી ચૂક્યા છે કે તેઓ દયાબેનને પરત લાવશે, પરંતુ હજુ સુધી આ વચન પૂરું થયું નથી. હવે જોવાનું રહેશે કે શોના 19મા વર્ષમાં દર્શકોને શું નવું જોવા મળે છે.

આ પણ વાંચો-TMKOCમાં 9 વર્ષ પછી દયાબેનની ગ્રાન્ડ એન્ટ્રી? જેઠાલાલે તોડ્યું મૌન, રડી પડ્યા પોપટલાલ!