ભારતમાં જ નહીં વિદેશમાં 'બોર્ડર 2'નો ક્રેઝ જોવા મળ્યો. સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2'ની રિલીઝ પહેલા જ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ જોવા ફક્ત સની દેઓલના ફેન્સ જ નહીં પણ સ્ટાર ક્રિકેટર પણ આતુર છે. અફઘાન સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન સની દેઓલના ફેન બન્યા છે. રાશિદ ખાને એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' ચોક્કસ જોવા જઈશ તેવું લખ્યું છે. રાશિદની પોસ્ટ પર 'બોર્ડર 2' ના કલાકારોએ પણ સુંદર પ્રતિક્રિયા આપી છે.


રાશિદ ખાને 'બોર્ડર 2'ને લઈને પોસ્ટ શેર કરી 

અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશિદ ખાન પર સની દેઓલનો ફીવર ચઢ્યો છે. પોતાની એક પોસ્ટ દ્વારા તેમણે 'બોર્ડર 2' ફિલ્મ જોવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો.  રાશિદ ખાને ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી છે. આ રીલમાં તે દુબઈના એક હાઇવે પર રસ્તાની કિનારે ઊભો જોવા મળે છે. રાશિદ કોઈની સાથે વાત કરતી વખતે મકાઈ શેકતો જોવા મળે છે. કેપ્શનમાં રાશિદે લખ્યું છે - હું બોર્ડર 2 ચોક્કસ જોઈશ... પણ જોઉં છું કે જ્યારે હું તેને પોસ્ટ કરીશ ત્યારે શું થાય છે. રાશિદે આ પોસ્ટમાં સુનીલ શેટ્ટી, અહાન શેટ્ટી, વરુણ ધવન અને સની દેઓલને ટેગ કર્યા છે . વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'ઘર કબ આઓગે'નો સાઉન્ડટ્રેક વાગી રહ્યો છે. 

'બોર્ડર 2'ના કલાકારોએ રાશિદની પોસ્ટ પર આપી પ્રતિક્રિયા

બોર્ડર 2 ના કલાકાર અને સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી અને વરુણ ધવને રાશિદની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. અહાન શેટ્ટીએ લખ્યું, "તમને ખૂબ ખૂબ પ્રેમ ભાઈ." વરુણ ધવને જવાબ આપ્યો, "હા, ભાઈ. 23 જાન્યુઆરીના દિવસે સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 1997 ની યુદ્ધ ક્લાસિક "બોર્ડર" ની સિક્વલ છે, જેમાં સની દેઓલ, સુનીલ શેટ્ટી અને અક્ષય ખન્ના અભિનિત છે. આ ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત  વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. રાશિદ ખાન ઉપરાંત ભારતીય વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલે પણ  સની દેઓલની બહુપ્રતિક્ષિત ફિલ્મ "બોર્ડર 2" નું પ્રમોશન કર્યું છે. 


આ પણ વાંચો : Entertainment: પતિએ મારું બ્રેઈનવોશ...ગ્લેમર વર્લ્ડ છોડયાના 6 વર્ષ પછી સના ખાનનો મોટો ખુલાસો

  • Follow us on: