બોલિવૂડના જાણીતા અભિનેતા વરુણ ધવન તાજેતરમાં મુંબઈ મેટ્રોમાં કરેલા એક સ્ટંટને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં વરુણ મેટ્રો કોચની અંદર લોખંડના હેન્ડલ્સને પકડીને પુલ-અપ્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો જોઈને ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું, તો બીજી તરફ મેટ્રો પ્રશાસને આ વર્તનને ગંભીર રીતે લીધું.


ભારે ટ્રાફિકથી મેટ્રોમાં મુસાફરી

માહિતી મુજબ, વરુણ ધવન શનિવારે મુંબઈના ભારે ટ્રાફિકથી બચવા માટે મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મેટ્રો કોચની અંદરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ ચાહકોને પૂછતા હતા કે તેઓ કયા સિનેમા હોલમાં જઈ રહ્યા છે. થોડા સમય બાદ, સોશિયલ મીડિયા પર બીજો વીડિયો સામે આવ્યો, જેમાં વરુણ મેટ્રોના હેન્ડલ્સ પર લટકીને કસરત કરતા નજરે પડ્યા. આ સમયે અન્ય મુસાફરો પણ નજીક જ ઊભા હતા, જેનાથી તેમની સલામતીને પણ જોખમ ઊભું થયું હતું.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

વિડિયો વાયરલ થતાં જ મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ (MMMOCL) એ પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો ફરી શેર કર્યો અને સાથે એક મહત્વપૂર્ણ સલામતી સંદેશ આપ્યો. મેટ્રો વહીવટીતંત્રએ પોતાના કેપ્શનમાં લખ્યું કે, “આ વીડિયો તમારી એક્શન ફિલ્મની જેમ ડિસ્ક્લેમર સાથે આવવો જોઈએ. કૃપા કરીને મહાન મુંબઈ મેટ્રોમાં આવા સ્ટંટ કરવાનો પ્રયાસ ન કરો. આ હેન્ડલ્સ લટકવા માટે બનાવવામાં આવ્યા છે, કસરત કરવા માટે નહીં.”

મેટ્રો પ્રશાસની સ્પષ્ટા

મેટ્રો પ્રશાસને વધુમાં સ્પષ્ટ કર્યું કે, આવા કાર્યો મેટ્રો રેલ્વે (ઓપરેશન અને મેન્ટેનન્સ) એક્ટ 2002 હેઠળ ગુનો ગણાય છે. આ પ્રકારની હરકત બદલ દંડ ભરવો પડી શકે છે અને ગંભીર કિસ્સામાં જેલની સજા પણ થઈ શકે છે. તેમણે મુસાફરોને અપીલ કરી કે મેટ્રોમાં મુસાફરીનો આનંદ લો, પરંતુ જવાબદારી અને નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર વરુણ ધવનને ટ્રોલ પણ કરવામાં આવ્યા. ઘણા યુઝર્સે કહ્યું કે સેલિબ્રિટી હોવા છતાં નિયમો બધાં માટે સમાન હોવા જોઈએ. બીજી તરફ, મોટા ભાગના લોકોએ મુંબઈ મેટ્રો પ્રશાસનની કાર્યવાહી અને ખુલ્લેઆમ ચેતવણી આપવા બદલ પ્રશંસા કરી.


 ફિલ્મ ‘બોર્ડર 2’

આ બધાની વચ્ચે, વરુણ ધવનની નવી ફિલ્મ ‘બોર્ડર 2’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. 23 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ યુદ્ધ આધારિત ફિલ્મે અત્યાર સુધીમાં ₹140 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મમાં વરુણ ધવન સાથે સની દેઓલ, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી મહત્વની ભૂમિકામાં છે. અનુરાગ સિંહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 1997ની સુપરહિટ ફિલ્મ ‘બોર્ડર’ની આધ્યાત્મિક સિક્વલ છે.

આ પણ વાંચો : Border ફિલ્મનું 'સંદેશે આતે હે' ગીત સંસ્કૃતમાં સાંભળ્યું ? ગુજરાતના યુવાનોની અદ્ભૂત કલાત્મક રજૂઆત


  • Follow us on: