સાંઈ બાબાના અભિનયથી લોકોના દિલ જીતનાર અભિનેતા સુધીર દલવી હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને સેપ્સિસ જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. તેમની સારવારનો ખર્ચ વધી રહ્યો હોવાથી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ મદદની ઓફર કરી છે. રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની પહેલા આગળ આવી છે.


સુધીર દલવી હોસ્પિટલમાં દાખલ

 8 ઓક્ટોબર, 2025થી 86 વર્ષીય સુધીર દલવી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. તેઓ ગંભીર સેપ્સિસથી પીડાઈ રહ્યા છે, જે એક જીવલેણ ચેપ છે. રિપોર્ટ અનુસાર સારવારનો ખર્ચ આશરે રૂ 10 લાખને વટાવી ગયો છે અને તે વધીને ₹15 લાખ સુધી પહોંચી શકે છે.

પરિવારે મદદ માટે કરી અપીલ 

દલવીના પરિવારે તેમના વધતા ખર્ચને કારણે ફેન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્ર્રીને આર્થિક સહાય માટે અપીલ કરી છે. આ સમાચાર મળતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ ચિંતા વ્યક્ત કરી, તેમના કાર્યને યાદ કર્યું અને તેમના માટે પ્રાર્થના કરી. પરંતુ રિદ્ધિમાને તેમની બીમારીની જાણ થતાં જ તે મદદ માટે પહેલા આવી અને આર્થિક સહાયની ઓફર કરી અને સુધીર દલવી ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી.

રિદ્ધિમા યુઝર્સને આપ્યો જડબાતોડ જવાબ

સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેણે લખ્યું, બધું થઈ ગયું...હું તમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવું છું. જોકે એક યુઝરે કોમેન્ટ કરીને પૂછ્યું, જો તમે મદદ કરી હોય, તો તમારે અહીં તેનો ઉલ્લેખ કરવાની જરૂર કેમ પડી? તમારે ફૂટેજની જરૂર છે? આના પર, રિદ્ધિમાએ નમ્ર અને મક્કમ જવાબ આપ્યો, જીવનમાં બધું દેખાડો કરવા માટે નથી હોતું. જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી અને શક્ય તેટલું કરવું એ સૌથી મોટો આશીર્વાદ છે.

તેમનું પાત્ર આજે પણ ફેન્સના દિલમાં છે

સુદીર દલવી ભારતીય સિનેમા અને ટેલિવિઝનમાં એક આદરણીય નામ છે. 1977ની ક્લાસિક ફિલ્મ શિરીડી સાંઈ બાબામાં તેમનું પાત્ર લોકોના હૃદયમાં ઊંડે સુધી વસી ગયું છે. ત્યારપછીની ટીવી સિરિયલે તેમને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવ્યા. તેમની શાંત અને સૌમ્ય સ્ક્રીન હાજરીએ દર્શકો પર ઊંડી છાપ છોડી, અને લોકો હજુ પણ તેમને સાઈ બાબા તરીકે યાદ કરે છે.


  • Follow us on: