સુનીલ ગ્રોવરે દિવાળીના દિવસે ફેન્સને ફરી ચોંકાવી દીધા છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે રોડ સાઈડ ફૂલો વેચતો જોવા મળે છે. શોર્ટ્સ અને સિમ્પલ ટી-શર્ટમાં સુનીલ રસ્તા કિનારે ફૂલો વેચતી કેટલીક છોકરીઓ વચ્ચે બેઠેલો દેખાય છે. તેણે પોતાના હાથમાં થોડાં ફૂલો અને દિવાળીના ડેકોરેશનની વસ્તુઓ પકડી રાખી છે. તો શું સુનીલ ગ્રોવરે સાચે જ ફૂલો વેચવાનું કામ શરૂ કરી દીધું છે? 

ડાઉન ટુ અર્થ અંદાજથી ફરી જીતી લીધા દિલ

સુનીલ ગ્રોવરે રોડ સાઈડ જમીન પર બેસીને ફૂલો સાથે ફોટો શેર કરતાં લખ્યું, બધાને હેપ્પી દિવાળી. પ્રેમ અને રોશની તમારા જીવનમાં આવે. ફોટો જોઈને જેવું લાગે છે એવું નથી. સુનીલ ગ્રોવર પોતાના ડાઉન ટુ અર્થ સ્વભાવ માટે જ જાણીતો છે. તે અવારનવાર આવી સામાન્ય લોકો સાથે જોડાયેલી પળો માણતો રહે છે. હવે તેણે દિવાળી પર ફૂલ વેચનારા લોકો સાથે બેસીને ફોટો પડાવ્યો છે અને તેને ફેન્સ સાથે શેર કર્યો છે.

https://www.instagram.com/p/DfeokzaMhZS/?utm_source=ig_web_copy_link&psln=NTc4MTIwNjQ2YQ==

પહેલાં પણ શેર કરી ચૂક્યો છે ફોટા અને વીડિયો

આ પહેલાં સુનીલ ગ્રોવરે જૂન મહિનામાં પોતાનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે એક ઘાટ કિનારે જમીન પર ચાદર પાથરીને સામાન્ય લોકો સાથે સૂતો જોવા મળ્યો હતો. આ સિવાય એક વખત તે ભેંસોને નવડાવતો હોય તેવો વીડિયો પણ શેર કરી ચૂક્યો છે. એટલું જ નહીં, એક વાર તો સુનીલ રોડ સાઈડ પેન્ટ ઇસ્ત્રી કરતો પણ દેખાયો હતો.

Sunil Grover Sells Flowers (1)

અટલ બિહારીના ગેટઅપથી જીત્યા દિલ

સુનીલ ગ્રોવર કપિલ શર્માના શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં પોતાની એક્ટિંગને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. છેલ્લા એપિસોડમાં વિકાસ દિવ્યકીર્તિ, ઝાકિર ખાન અને પંકજ ત્રિપાઠી કપિલના શોમાં મહેમાન બનીને આવ્યા હતા. આ એપિસોડમાં સુનીલ ગ્રોવર સરલ બિહારી વાજપેયી બનીને જોવા મળ્યો હતો. તેણે જે રીતે સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાનનો લુક ધારણ કર્યો હતો, તે જોઈને દરેક વ્યક્તિ દંગ રહી ગઈ હતી. પંકજ ત્રિપાઠીએ અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં કામ કર્યું હતું, તેથી શોમાં સુનીલ ગ્રોવર ખાસ અટલ બિહારીના ગેટઅપમાં જ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો-Ramayana Record : પહેલા 4 દિવસ તો માત્ર ટ્રેલર હતા, 5મો દિવસ રહ્યો સૌથી મોટો! રામાયણે તોડ્યો પુષ્પા 2 અને ધુરંધરનો રેકોર્ડ