બોલીવુડ અભિનેતા સની દેઓલ હંમેશા પોતાની ફિલ્મોથી દર્શકોનું દિલ જીતતા આવ્યા છે. તેમની જૂની ફિલ્મો માટે આજે પણ લોકોમાં અલગ જ લેવલનો ક્રેઝ જોવા મળે છે. આજે અમે તમને સની દેઓલની એવી ફિલ્મ વિશે જણાવી રહ્યા છીએ, જે માત્ર 2.5 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, પરંતુ બોક્સ ઓફિસ પર તેણે શાનદાર કમાણી કરી હતી. 

ફિલ્મ ઘાયલ

અહીં વાત થઈ રહી છે સની દેઓલની વર્ષ 1990માં રિલીઝ થયેલી ફિલ્મ ઘાયલની. સની દેઓલે જણાવ્યું કે આ એવી ફિલ્મ હતી જેમાં કોઈ પણ પ્રોડ્યૂસર પૈસા રોકાણ કરવા તૈયાર નહોતો. ફિલ્મ માટે કોઈ હા પાડી રહ્યું નહોતું. ત્યારે તેમના પિતા ધર્મેન્દ્રએ આ ફિલ્મમાં પૈસા રોકવાનું નક્કી કર્યું હતું.

સની દેઓલે શેર કર્યો વીડિયો

સની દેઓલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ રાજકુમાર સંતોષી સાથે જોવા મળે છે. આ પોસ્ટ શેર કરતાં તેમણે લખ્યું કે ક્યારેક જીવનમાં એવા વળાંક આવે છે, જેની કલ્પના પણ કરી શકાતી નથી. ઘણા વર્ષો પહેલા તેમને યુવા રાજકુમાર સંતોષીએ લખેલી એક સ્ક્રિપ્ટ પર ખૂબ વિશ્વાસ હતો.
https://x.com/iamsunnydeol/status/2083521765138157988

સની દેઓલે શું કહ્યું?

સનીએ આગળ લખ્યું કે તેમણે આ સ્ક્રિપ્ટ ઘણા પ્રોડ્યૂસર્સને સંભળાવી, પરંતુ કોઈ પણ ફિલ્મને સપોર્ટ કરવા તૈયાર નહોતું. ત્યારબાદ તેમણે આ સ્ક્રિપ્ટ પોતાના પિતા ધર્મેન્દ્રને સંભળાવવાનો નિર્ણય લીધો. વર્ષ 1988માં ધર્મેન્દ્ર જયપુરમાં 'બંટવારા' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને રામબાગ પેલેસમાં રોકાયા હતા. ત્યાં રાજકુમાર સંતોષીએ તેમને ઘાયલની આખી સ્ટોરી સંભળાવી અને વાર્તા પૂરી થતા જ ધર્મેન્દ્રએ તરત જ ફિલ્મ માટે હા પાડી દીધી.

ફિલ્મનું બજેટ અને કમાણી

સની દેઓલની ફિલ્મ 'ઘાયલ'નું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું હતું. આ ફિલ્મ સની દેઓલની સૌથી સફળ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. માત્ર 2.5 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મને બેસ્ટ એક્ટર સહિત કુલ 7 એવોર્ડ પણ મળ્યા હતા.

આ પણ વાંચો-The Paradiseમાંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક આઉટ, વિક્રમ મલિક બનીને મચાવશે તબાહી!