રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશની ફિલ્મ રામાયણ જબરદસ્ત ચર્ચામાં છે અને બોક્સ ઓફિસ પર તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં હનુમાનનો રોલ કરનાર એક્ટર સની દેઓલે હવે એક વીડિયો જાહેર કરીને ફિલ્મના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ હોલીવુડની ફિલ્મો કરતાં પણ વધુ સારી છે.
સની દેઓલે વીડિયો શેર કરી કરી અપીલ
સની દેઓલે રામાયણ જોયા પછી એક વીડિયો શેર કર્યો છે, જેના દ્વારા તેમણે ફેન્સને આગ્રહ કર્યો છે કે તમામ લોકો આ ફિલ્મ જોવા જાય. તેમને આ ફિલ્મના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ ઘણા પસંદ આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે આ ફિલ્મ દરેક ભારતીય માટે છે. સની દેઓલે 7 નવેમ્બરની રાત્રે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો આ વીડિયો શેર કર્યો હતો.
https://www.instagram.com/reel/DfcamvVIpVZ/?utm_source=ig_web_copy_link&psln=NTc4MTIwNjQ2YQ==
હોલીવુડ ફિલ્મથી ઓછી નથી રામાયણ
સની દેઓલે કહ્યું કે હું હમણાં જ મારી રામાયણ જોઈને આવી રહ્યો છું. મને આ ફિલ્મ ખૂબ ખૂબ ગમી છે અને હું ઈચ્છું છું કે દરેક હિન્દુસ્તાની જઈને રામાયણ જુએ. આ ફિલ્મ કોઈ પણ હોલીવુડ ફિલ્મથી કમ નથી, બલ્કે હું તો કહીશ કે તેમના કરતાં પણ વધુ સારી છે. તેના સ્પેશિયલ ઈફેક્ટ્સ એવા છે કે તમને ખબર પણ નહીં પડે કે તમે એ દુનિયામાં નથી. આ ફિલ્મ તમને તે ઐતિહાસિક સમયગાળામાં લઈ જાય છે.

વિનંતી નથી, હક જતાવી રહ્યો છું
તેમણે આગળ કહ્યું કે દરેક એક્ટરે ઘણું સારું કામ કર્યું છે. તેથી હું તમને વિનંતી કરું છું... વિનંતી નથી કરી રહ્યો, પોતાનો હક જતાવી રહ્યો છું, કારણ કે સાચે જ ફિલ્મ ખૂબ સારી છે. જઈને જુઓ. જય શ્રી રામ. સની દેઓલ પણ નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી રામાયણનો મહત્વનો ભાગ છે. તેઓ હનુમાનના રોલમાં છે. જોકે તેમનો પૂર્ણ રોલ ફિલ્મના પહેલા ભાગમાં નથી. પહેલા ભાગના એન્ડ ક્રેડિટ સીનમાં માત્ર તેમની એક નાની ઝલક દર્શાવવામાં આવી છે. સની દેઓલ હનુમાનના પાત્રમાં રામાયણ 2માં જોવા મળશે, જે વર્ષ 2028માં રિલીઝ થવાની છે.

રામાયણ ફિલ્મે કેટલી કમાણી કરી?
સૈકનિલ્ક મુજબ રામાયણે ભારતમાં ત્રણ દિવસમાં 182.70 કરોડનું નેટ કલેક્શન કરી લીધું છે. ફિલ્મે પહેલા દિવસે 64.85 કરોડ, બીજા દિવસે 48.05 કરોડ અને ત્રીજા દિવસે 69.80 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં રવિ દુબે, રકુલ પ્રીત સિંહ, રાઘવ જુયાલ અને અરુણ ગોવિલ જેવા કલાકારો પણ મહત્વના રોલમાં સામેલ છે.
આ પણ વાંચો-Superhit Film : હનુમાન અંશની OTT રિલીઝ ડેટ કન્ફર્મ! જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે આ શાનદાર ફિલ્મ!